1 મેથી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં આ મુજબ ચાર્જ વધશે: 1. રોકડ ઉપાડવા માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન 17-19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 2. બેલેન્સ ચેક કરવાનો ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન 6-7 રૂપિયા છે.
આ શુલ્ક ફક્ત ત્યારે જ લાદવામાં આવશે જ્યારે એક મહિનામાં ફ્રી ટ્રાન્જેકશનની લિમિટ ઓળંગશો. મેટ્રો શહેરોમાં, હોમ બેંક સિવાય અન્ય બેંકોના એટીએમમાંથી ફ્રી ટ્રાન્જેકશનની લિમિટ પાંચ છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં ફ્રી ટ્રાન્જેકશનની લિમિટ ત્રણ છે. રિઝર્વ બેંકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) ના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર ફી વધારવાની વાત કરી રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે વધતા સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને જૂની ફી પૂરતી નથી.
રિઝર્વ બેંક દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ વ્હાઇટ લેબલ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યા હતા. દેશના ઘણા દૂરના વિસ્તારો અને નાના શહેરોમાં એટીએમની પહોંચ વધારવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી છે. તેમાં કોઈ બેંકનું બોર્ડ લગાવેલું નથી. ડેબિટ/ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાની સાથે બિલ ચુકવણી, મીની સ્ટેટમેન્ટ, ચેક બુક રિક્વેસ્ટ, રોકડ ડિપોઝિટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાનું દબાણ નાની બેંકો પર પડશે કારણ કે મર્યાદિત માળખાગત સુવિધાને કારણે તેમની પાસે સામાન્ય રીતે ઓછા એટીએમ હોય છે. જે અન્ય બેંકોના એટીએમ નેટવર્ક પર વધુ આધાર રાખે છે. ઇન્ટરચેન્જ ફી એ રકમ છે જે એક બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તેનો ગ્રાહક બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech