ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોરનાં સુમારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાસણગીરથી રજાઓ ગાળીને રાજકોટ પરત ફરી રહેલા પાંચ વ્યકિતઓ સાથેની કાર રસ્તા પર આવેલા એક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું કમકમાટીભયુ મોત નીપયું છે, યારે અન્ય ચાર વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રા વિગત અનુસાર આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે. અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા ૨૮ વર્ષીય પૂજાબેન જીતેનભાઈ રાજગોરનું મોત નીપયું છે. યારે ૩૦ વર્ષીય નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ, માધાપર ચોકડી પાસે રહેતા ૪૨ વર્ષીય લાલો સંજયભાઈ વધ્યા સંધિ, માધાપર ચોકડી રહેતા ૩૨ વર્ષીય સંજય રાજુભાઈ જાખલિયા અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી. મૃતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત કેસ માં આરોપી હતા.અમીત ને ફસાવવા સગીરા ને મદદગારી કરવાનો પુજાબેન ઉપર આરોપ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા. યારે અન્ય ચાર લોકોની હાલત વધુ ગંભીર જણાતા, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે