સોઢાણા નજીક ફોરવ્હીલ ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા મહિલાનું નિપજ્યુ મોત

  • May 19, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના સોઢાણા ગામના પાટીયા નજીક હાઇવે પર છકડો રીક્ષાને ફોરવ્હીલના ચાલકે ઠોકર મારતા રીક્ષાચાલકની પત્નીનું મોત થયુ હતુ જ્યારે આ રીક્ષાચાલક અને તેના પુત્રવધુને ઇજા થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. સીમર ગામના ખારીવિસ્તારમાં રહેતા અને છકડોરીક્ષામાં માલસામાનની હેરાફેરી કરીને ગુજરાન ચલાવતા નાગાભાઇ કારાભાઇ ગામી નામના ૫૨ વર્ષના રીક્ષાચાલકે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે ૬ વાગ્યે ફરિયાદી નાગાભાઇ તથા તેમના પત્ની રાણીબેન અને પુત્રવધુ રાંભીબેન પ્રકાશ એમ ત્રણ સભ્યો હર્ષદ મંદિરથી સીમરગામે ઘરે જતા હતા અને સોઢાણા નજીક ડાડાના  પાટીયા પાસે પહોંચ્યા ત્યારે અડવાણા તરફથી એક બસ આવતી હતી અને એ બસની પાછળથી ઓવરટેક કરતી ગ્રે કલરની ફ્ોરવ્હીલ સીધી જ ફરિયાદી નાગાભાઇની છકડો રીક્ષા સાથે અથડાઇ હતી તેથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં નાગાભાઇ અને તેમના પુત્રવધુ રાંભીબેનને ઇજાઓ થઇ હતી જ્યારે તેમના પત્ની રાણીબેન બેહોશ અને લોહીલુહાણ હતા આથી ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી અને ફરજ પરના ૧૦૮ના ઇ.એમ.ટી.એ. તેમને મૃત જાહેર કર્યા હતા. ફરીયાદીએ તેમની પત્નીના મૃતદેહને પોલીસકાર્યવાહી અર્થે અને પી.એમ. માટે અડવાણાની સરકારી દવાખાને પહોંચાડયો હતો અને ઘાયલ ફરિયાદી નાગાભાઇ અને તેમની પુત્રવધુ રાંભીબેનને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા બાદ અજાણ્યા ફોરવ્હીલચાલક સામે તેમણે એફ.આઇ.આર. નોંધાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application