રાજકોટના ખરેડી ગામે મહિલાનો ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી પ્રસરી જવા પામી છે, બનાવના પગલે માવતરે જમાઈએ જ દીકરીને મારીને લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.બનાવની મળતી વિગત મુજબ ખેરડી ગામે રહેતા કંચનબેન સવજીભાઈ જમોડ (ઉ.વ.૩૫)ના મહિલાનો પોતાના ઘરે રાત્રે દોઢેક વાગ્યે ગળાફાંસો ખાઈ લટકતા જોવા મળતા પતિ સવજીભાઈએ ૧૦૮ને જાણ કરી હતી.૧૦૮ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે કુવાડવા સરકારી હોસ્પિટલે ખસેડો હતો. ઘટનાની જાણ મૃતકના માવતર પક્ષને થતા દોડી ગયા હતા અને જમાઈ સવજીભાઈએ જ બહેનની હત્યા કરી હોવાની શંકા વ્યકત કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો.આપઘાત કરનાર કંચનબેન ત્રણ ભાઈ અને બે બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં ૯ વર્ષ અને પાંચ વર્ષની બે દીકરી અને અઢી વર્ષનો પુત્ર છે.આ અંગે ગોંડલના ફુલઝર ગામે રહેતા મૃતકના મોટાભાઈ હિંમતભાઈ મૂળજીભાઈ સરવૈયાએ પોલીસ સમક્ષ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠેક મહિનાથી બહેન અને બનેવી વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. બનેવીને અન્ય મહિલા સાથે સંબધં હોવાની જાણ બહેનને થઇ જતા આ બાબતે અવાર નવાર માથાકૂટ થતી હતી. બે દિવસ પહેલા બહેનનો ફોન આવ્યો હતો કે, ભાડાનું મકાન બદલવામાં તારા બનેવી કોઈ મદદ કરતા નથી, ઝઘડા જ કરે છે. પછી અમારે બહેન સાથે કોઈ વાત થઈ નહોતી. ગત રાત્રે દોઢેક વાગ્યે બનેવી સવજીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હત્પં રિક્ષાનો ફેરો પૂરો કરી ઘરે આવ્યો ત્યારે તમારી બહેને ફાંસો ખાઈ લીધો હતો. અને ગળાફાંસો ખાતા પહેલા ત્રણેય સંતાનોને પાણીના ટાંકામાં નાખી દીધા હતા. જેને મેં બહાર કાઢી લીધા છે. જેથી મેં કહ્યું હતું કે, અમે ન આવીએ ત્યાં સુધી લાશ નીચે ન ઉતરતા, પરંતુ સવજીએ કહ્યું કે તેણે જે ચૂંદડી વડે ફાંસો ખાધો હતો તે છરીથી કાપીને નીચે ઉતારી લીધી છે. અમે ત્યાં પહોંચતા બનેવીને સંતાનો બાબતે પૂછતાં કહ્યું હતું કે એ મારાં ભાઈના ઘરે છે. અમને શંકા છે કે, સવજીએ ખોટું કહ્યું છે કે, બાળકોને કંચને પાણીના ટાંકામાં નાખ્યા છે. ખરેખર એવું થયું જ નથી. મારી બહેનના શરીરે ચાંભાના નિશાન છે. અમને શંકા છે કે સવજીને અન્ય મહિલા સાથે સંબધં હોય, જેમાં મારી બહેન આડખીલી પ બનતી હતી આથી તેને મારી નાખી છે. આક્ષેપોને પગલે કુવાડવા પોલીસે તપાસ યથાવત રાખી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application