આગામી 24 કલાક ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, તોફાની

  • May 28, 2025 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકામાં સામાન્ય ઝાપટાથી બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. આગામી 24 કલાક દરમિયાન ભાવનગર સુરત વડોદરા, અમદાવાદ જિલ્લા માટે ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.


24 કલાકમાં ભરૂચ જિલ્લામાં હાસોટ અને ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે બબ્બે ઇચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ રાજુલા અને ધારીમાં સામાન્ય ઝાપટાથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે, ભાવનગર જિલ્લાના તળાજા અને ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પણ સામાન્ય ઝાપટા પડ્યા છે.


હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સુરત વડોદરા અમદાવાદ ભાવનગર ભરૂચ નર્મદા વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડે તેવું વાતાવરણ છે. આજે સવારે નવસારી અને વલસાડ જિલ્લામાં વાતાવરણ જોરદાર ગોરંભાયુ છે અને ગમે ત્યારે ભારે વરસાદ પડે તેવું લાગે છે.


દરમિયાનમાં બંગાળની ખાડીના નોર્થ વેસ્ટ ભાગમાં ઓડિશાના દરિયામાં આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ લો પ્રેસર સર્જાયું હતું તે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થયું છે અને આગામી 24 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ ને નોર્થ દિશા તરફ આગળ વધશે. આ સિસ્ટમ ખાસ પ્રભાવશાળી જણાતી નથી અને તેથી વાવાઝોડું સર્જાવાની શક્યતા અત્યારે તો દેખાતી નથી. આ સિસ્ટમ ગુરુ શુક્ર બે દિવસ માટે ડિપ્રેશનમાં રહે અને તેના કારણે ઓડીસા તથા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.


નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને મુંબઈ પુણે સોલાપુર અગરતલામાં મોનસુન લાઈન જોવા મળે છે.


દરમિયાનમાં મંગળવારે મહત્તમ તાપમાન ચાર ડિગ્રી જેટલું નીચે ઉતરી ગયા પછી પણ ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહ્યું છે. આજે ફરી ગરમીમાં વધારો થાય તેવું લાગે છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, વેરાવળમાં 90 પોરબંદરમાં 72 સુરતમાં 81 દમણમાં 82 અને દીવમાં 84% ભેજ આજે સવારે નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News