પોરબંદરની ચમ સ્કુલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરોનું આયોજન થઈ રહ્યું છે,જે અંતર્ગત ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયેલ,આ કાર્યક્રમમાં શહેરના ગણ માન્ય લોકોએ પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા,
જેમાં ડો.સુરેશ ગાંધી, નિલેષભાઈ ઓડેદરા(પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ),કમલેશભાઈ ખોખરી(મેનેજિંગ ટ્રસ્ટી પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદર), ડો.કમલેશ સદાની, ધનજીભાઈ આર્ય(પ્રમુખ આર્યસમાજ પોરબંદર), કાંતિભાઈ જુંગી ( મંત્રી આર્યસમાજ, પોરબંદર), સુનયના ડોગરા (પ્રિન્સિપાલ ચમ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ),કમલભાઈ પાંઉ, હિરેનભાઇ પાંઉ (મેનેજિંગ ટ્રસ્ટીઓ ગજાનન એજ્યુકેશન ટ્રસ્ટ),ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતુ.
તાજેતરમાં ડો.ચેતનાબેન તિવારીના સેવાકાર્યોની નોંધ લઇ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રૂપિયા ૫૦,૦૦૦ નું પુરસ્કાર આપવામાં આવ્યુ હતુ,આ એક માત્ર સન્માન જે સમસ્ત ગુજરાતમાંથી માત્ર ચેતનાબેનને પ્રાપ્ત થયેલ જે સિદ્ધિ બદલ આર્યસમાજ પોરબંદર અને ચમ ઇંગલિશ મીડીયમ સ્કુલ દ્વારા પોરબંદરનું નારીરત્ન પુર્વ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીનું વિશેષ સન્માન સાથે સત્કાર કરવામાં આવેલ,ડો.ચેતનાબેન તિવારીએ બાળકોને સંબોધિત કરતા યોગનું મહત્વ સમજાવી જીવનમાં બીમારીથી બચવા તેમજ મેદસ્વિતા મુક્તિ માટે પ્રોસેસ અને પેકેટ ફુડથી દુર રહેવા હાકલ કરેલ હતી.પોરબંદર જિલ્લા કોર્ડીનેટર કેતન કોટીયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉપલબ્ધિ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
જિલ્લા કો-ઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં મુખ્ય સંચાલક યોગ કોચ ઉર્મિષાબેન પાંજરી,સહાયક યોગ ટ્રેનર મહેશ મોતીવરસ,અંજલિ ગાંધ્રોકીયા દ્વારા સમર યોગ કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરમાં બાળકોને ઊંચાઈ વધારવા માટે,સ્મૃતિ વધારવા માટે,મેદસ્વિતા નિવારણ વગેરે માટે યોગ પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, શ્લોક વગેરેની તાલીમ આપવામાં આવી રહી છે,આ કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ પરેશભાઈ દુબલ તેમજ યોગ ટ્રેનરો રીનાબેન ભરાડા,હંસાબેન ત્રિવેદી, ભાવનાબેન શિયાળ,દર્શનાબેન લોઢારી, ઉષાબેન મોતીવરસ, રીતલબેન બાદરશાહી, મયુરીબેન લોઢારી,આકાશ બામણીયા, હેબીત મલેક,જીગર ગોહેલ, ધનીશ શેરાજી,યશ ડોડીયા,સ્નેહા પાંજરી, યશ કોટિયા,ઈશાન કાણકિયા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.
આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ યોગ કોચ,યોગ ટ્રેનરો મહેમાનોનો, ચમ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, હીમાબેન મસાણી તેમજ ઉપસ્થિત તમામ બાળકો અને તેમના વાલીઓનો ગુજરાત રાજ્ય બોર્ડ પોરબંદરના કો-ઓર્ડીનેટર કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMદૂધ-ખાદ્ય તેલના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સસ્તા દાળ અને શાકભાજીએ રાહત આપી
May 23, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech