પારડીમાં પૈસાની માંગણી કરી શ્રમિક યુવાન પર છરીથી હુમલો

  • June 16, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની ભાગોળે આવેલા પારડી ગામે શ્રમિક યુવાનને છરીના હાથા વડે મારમારતા યુવાનને માથામાં ઇજા પહોંચી હતી. યુવાન પાસે આરોપીએ રૂ.૫ હજારની માંગણી કર્યા બાદ બોલાચાલી કરી આ હુમલો કર્યો હતો.જે અંગે શાપર વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના પારડી ગામે શીતળા માતાના મંદિર પાસે શિવસાગર સોસાયટીમાં રહેતા જયદીપભાઈ મનિષભાઈ પરમાર (ઉ.વ ૨૦) દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પારડી શીતળા મંદિર ખાતે આવેલ આરૂષી મેટલ કારખાનામાં મજુરી કામ કરે છે.


ગઇ તા. ૧૪/૦૬/૨૦૨૫ ના રોજ સાંજના આશરે સાડા આઠ વાગ્યે તે જીતેશભાઈ પરમારના કારખાનામાં ગાડી ખાલી કરીને કારખાનાના શટ્ટરને તાળુ મારતો હતો. ત્યારે પારડી શીતળા મંદીર ચોકમાં રહેતો બાલો બાઇક લઈને તેની પાસે આવ્યો હતો અને ગાળો દઇ કહેવા લાગ્યો હતો કે, મને તું પાંચ હજાર રૂપિયા આપ. જેથી યુવાને કહ્યું હતું કે, પાંચ હજાર રૂપિયા શેના માટે આપુ? જેથી બાલો ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગેલ કે, તું ગમે તેમ કરીને મને રૂપિયા આપ. જેથી યુવાને કહ્યું હતું , કે હુ મારા માતા સાથે વાત કરીને રૂપિયા આપીશ. આ સાંભળી બાલાએ તેના હાથમા રહેલ છરીનો હાથાનો ભાગ યુવાનને માથાના પાછળના ભાગે મારી દીધેલ હતો. જેના તેને માથાના પાછળના ભાગેથી લોહી નિકળવા લાગેલ હતું. બાદમાં તેણે બુમો પાડતા મિત્ર અજીતભાઈ વાઘેલા ત્યા આવી ગયેલ વધુ મારમાથી બચાવ્યો હતો. દરમિયાન બાલો પોતાનું વાહન લઈ નાસી ગયો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે બાલા નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News