સુરેન્દ્રનગરમાં કાયદાને એક બાજુ મુકી લોકોએ પોતે જ ન્યાય તોળનારાઓ બની એક યુવક અને પરિણીત મહિલા સાથે સજાના ભાગરૂપે બર્બરતા આચરી હોવાની ઘટના સામે આવી છે. આ આ ક્રૂરતાભરી ઘટનાની વિગત એવી છે કે, એક યુવકને કથિત રીતે પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની ખબર તેના પતિ અને તેના પરિવારને ખબર પડકા બંને સાથે સમાજમાં શોભે નહીં તેવું શરમજનક કૃત્ય કર્યું હતું. જાહેરમાં યુવકને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. બાદમાં બધાની હાજરીમાં તેને મહિલા સાથે સેક્સ કરવા મજબૂર કર્યો હતો. તેમજ 'શુદ્ધિકરણની વિધિ'ના નામે જાહેરમાં 'સજા' તરીકે તેને તે મહિલાનો પેશાબ પીવડાવવામાં આવ્યો હતો.
આ મહિલા અને તેના સાથીને ચોથી ઓક્ટોબરના રોજ તેના પતિ અને તેના સંબંધીઓ દ્વારા કથિત રીતે આ કસોટીમાંથી પસાર થવાની ફરજ પાડવામાં આવી હતી. આરોપીઓએ આ કૃત્યોના વીડિયો મોબાઈલ ફોન પર રેકોર્ડ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
વાયરલ થયેલા વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તે મહિલાને શોધી કાઢી હતી અને તેના પતિ તથા તેના સંબંધીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદ અનુસાર, મહિલાના લગ્ન વાપીના એક વ્યક્તિ સાથે થયા હતા. તે પતિને છોડીને ચોટીલા જતી રહી હતી અને ત્યાં લગભગ ત્રણ મહિના સુધી પોતાના સાથી સાથે રહી હતી. બાદમાં તેના પરિવારે તેને શોધી કાઢી, વાપી પાછી લાવી અને કથિત રીતે એક ઘરમાં બંધક બનાવી રાખી હતી. આખરે તે ત્યાંથી ભાગી છૂટી હતી અને પાંચ દિવસ પહેલાં ચોટીલા પરત ફરી હતી.
જ્યારે તેના પતિને જાણ થઈ કે તે તેના સાથી સાથે પાછી ફરી છે, ત્યારે તેણે કથિત રીતે તેના સંબંધીઓને જાણ કરી હતી. સંબંધીઓએ તે યુગલને શોધી કાઢ્યું, તેમને સુરેન્દ્રનગરના એક મકાનમાં લાવ્યા અને કથિત 'શુદ્ધિકરણ વિધિ'ને આધીન કર્યા. સુરેન્દ્રનગરના ડીએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, એક સમાજના અગ્રણી દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ અને સોશિયલ મીડિયા પર મારપીટના વીડિયો સામે આવ્યા બાદ પોલીસને આ ઘટના વિશે માહિતી મળી હતી.
ડેલુએ વધુમાં જણાવ્યું હતું કે, મને એક સામુદાયિક નેતાનો ફોન આવ્યો હતો, જેમાં એક મહિલા સાથે થયેલી ક્રૂરતા વિશે જાણકારી આપવામાં આવી હતી. અમને કેટલાક વીડિયો પણ જોવા મળ્યા હતા. તે મહિલાને શોધવા માટે પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ડેલુએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની ટીમોએ વિસ્તારના ઘરોમાં તપાસ કરી અને તેમાંથી એક ઘરમાંથી મહિલા મળી આવી હતી. પોલીસને જોઈને તે રડવા લાગી હતી. અમે તેના ચહેરાની સરખામણી વીડિયોમાં દેખાતી મહિલા સાથે કરી અને તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. કાઉન્સેલિંગ બાદ તેણે પોતાની આપવીતી વર્ણવી હતી.
ફરિયાદ મુજબ, આરોપીઓ તે દંપતીને સુરેન્દ્રનગર લઈ ગયા અને દાવો કર્યો કે તેઓ શુદ્ધિકરણની વિધિ કરવા જઈ રહ્યા છે. તેમણે કથિત રીતે લાકડાના દંડા વડે દંપતીને માર માર્યો અને ફટકાર્યા હતા. ત્યારબાદ પુરુષને દોરડા વડે ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો, જ્યારે મહિલાને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી.
આરોપીએ બાદમાં તે વ્યક્તિને મહિલા સાથે વરંડામાં સેક્સ કરવા મજબૂર કરી હોવાનો અને બંનેને વધુ અપમાનિત કર્યા હોવાનો આરોપ છે. તે વ્યક્તિને મહિલાનો પેશાબ પીવા માટે પણ મજબૂર કરવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.
પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયાનો સમાવેશ થાય છે
વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 70(1) (છેતરપિંડીથી જાતીય સંબંધ બાંધવો), 115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 127(3) (ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવા), 142 (અપહરણ કરાયેલી વ્યક્તિને ગેરકાયદેસર રીતે છુપાવી રાખવી) અને 3(5) (સમાન ઈરાદાને પાર પાડવા માટે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યો) તેમજ આઈટી એક્ટની જોગવાઈઓનો સમાવેશ થાય છે.