બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અરવિંદ મોહનભાઇ રાઠોડ(ઉ.વ ૩૮) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પિયુષ ચાવડા,કૃણાલ ઉર્ફે કાનો બાવાજી અને તેના બે મિત્રોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તથા તેનો મિત્ર મિતેશ ગેડીયા ચા પીને કાલાવડ રોડ વામ્બે આવાસ ક્વાર્ટરની બાજુમાં કેવલમ સોસાયટીના દરવાજા નજીક પહોંચતા આરોપી પિયુષ અને તેના અન્ય મિત્રોએ આવી તું કેમ અમે દારૂ વેચી તેની બાતમી પોલીસને આપે છે. આવું કહી ગાળો આપી આરોપી પિયુષે યુવાનને માથાની ડાબી તરફ લોખંડનો પાઇપ મારતા ઇજા પહોંચેલ અને કૃણાલ ઉર્ફે કાનો જેને લાકડાનો ધોકો ડાબા હાથે, પગે અને વાસાના ભાગે માર માર્યો હતો. માર મારતા હાથની આંગળીઓમાં ઇજા પહોચતા ફ્રેકચર થયું હતું.તેની સાથે આવેલ અન્ય બે શખસોએ પણ મારમાર્યો હતો. જે અંગે યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા માટે યુવાનને મારમાર્યો, વચ્ચે પડતા પત્નીને છરી ઝીંકી
આંબેડકરનગર શેરી નં.૧૩ નાગરાજ પાનની પાછળ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા હિનાબેન મહેન્દ્રભાઇ રાખસીયા(ઉ.વ ૨૬) એ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના સાડા આઠ વાગ્યા આસપાસ તેમના સમાજના વ્યક્તિ જેને બધા બાદશાહ તરીખે ઓળખે છે તેઓ ફરિયાદીના પતિ પાસે આવી ડેલી પાસે બોલાવીને કહ્યું કે હું તારી પાસેથી રૂ.૫૦૦ માગું છું તે કેમ આપતો નથી ત્યારે ફરિયાદીના પતિએ જણાવેલ કે પછી આપી દઇશ ત્યારે આરોપી ઉશ્કેરાય જઇ ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા ફરિયાદી છોડવા માટે વચ્ચે પડતા આરોપીએ છરી વડે હુમલો કરતા ફરિયાદીને હાથની આંગળીમાં સામાન્ય ઇજા પહોંચેલ હતી. જે અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech