BREAKING NEWS

મોટા દડવામાં પિતાનાં મોત બાદ ડિસ્ટર્બ રહેતા યુવાને દવા પીધી

  • October 06, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના મોટા દડવામાં 30 વર્ષીય અંકિત શેખલીયાએ ઝેરી દવા ગટગટાવી હતી. જેથી તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. તેણે પિતાના મૃત્યુ બાદ મગજ ભમતા સ્મશાને જઈ પગલું ભર્યું હતું. હાલ તે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.અંકિત ભુપતભાઈ શેખલીયા ગામના સ્મશાનમાં હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો. કોઈની નજર પડતા તુરંત 108 માં જાણ કરી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાણવા મળ્યાં મુજબ, અંકિત એક ભાઈ અને એક બહેનમાં નાનો છે. ખેતી કામ કરે છે.બાળપણમાં તેના માતાનું અવસાન થઈ ચૂક્યું છે. તે પિતા સાથે રહેતો હતો પણ 10 મહિના પહેલા પિતાનું પણ નિધન થયું હતું. એકલો પડી ગયેલો અંકિત તણાવમાં આવી ગયો હતો અને આ પગલું ભર્યું હતું. હાલ તે સારવારમાં હોવાથી આટકોટ પોલીસે તેનું નિવેદન લેવા તજવીજ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application