BREAKING NEWS

મોરબીમાં મોડી રાત્રે નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા, સોની બજાર બંધ

  • February 20, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાઈક સાઈડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે હત્યા: હત્યા કરનાર બન્ને સગીર હોવાનું સામે આવ્યું

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા કે પોલીસનો ડર જેવું કશું રહ્યું ના હોય તેમ આવારા તત્વો બેફામ બની ગયા છે હજુ તો થોડા દિવસો પૂર્વે બાઈક ઓવરટેક કરવા જેવી બાબતે યુવાન પર છરી વડે જીવલેણ હત્પમલો કરનાર આરોપીને પોલીસે પકડો છે ત્યારે ગત રાત્રીના શનાળા રોડ પર ઓવરટેક કરવા જેવી બાબતે યુવાનને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી જે બનાવે મોરબી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે
મોરબીમાં ચોર, આવારા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ સતત ગુનાખોરી વધી રહી છે નજીવી બાબતે ખૂની હત્પમલો કરતા પણ અપરાધી માનસિકતા ધરાવતા લોકો અચકાતા નથી મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ નજીક જતીન સોની નામનો યુવાન પોતાની કાર લઈને જતો હતો અને ઓવરટેક કરવા જેવી બાબતે બે બાઈક સવાર ઇસમોએ ઝઘડો કર્યેા હતો અને છરી વડે જતીન સોની નામના યુવાનને આડેધડ છરીના ઘા ઝીંકી ફરાર થયા હતા હત્પમલામાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત થયું હતું. મોરબીમાં મોડી રાત્રે શહેરના હાર્દ સમા વિસ્તારમાં ખૂની હત્પમલો કરી બે ઈસમો ફરાર થયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી પોલીસે ગુનો નોંધવા અને આરોપીને ગણતરીની મિનિટોમાં દબોચી લીધા હતા અને બને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો હોવાનું ખુલ્યું છે
સોની સમાજમાં ઘેરા રોષની લાગણી
ગુવારના રોજ રાત્રે આશરે ૧૦:૩૦ કલાકે નસીતપરવાળા સોની રસિકભાઈ દામોદરદાસ આડેસરાના સુપુત્ર સોની જતિનભાઈ રસિકભાઈ આડેસરા નવા બસ સ્ટેશન પાસેથી પસાર થતા ઓવરટેઈક બાબતે સામાન્ય બોલાચાલી થતા અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હત્પમલો કરતા દુ:ખદ અવસાન થયેલ છે, જે સોની જ્ઞાતિ ઉપર અસહ્ય આઘાતજનક બનાવ બનેલ હોય તા.૨૦૦૨૨૦૨૬ને શુક્રવારના રોજ સોની બજાર સદંતર બધં રાખી સડ વિરોધ દર્શાવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application