BREAKING NEWS

બામણબોર નજીક ટ્રકની કેબિનમાં ઝેરી દવા પી યુવકે આપઘાત કર્યો

  • November 25, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બામણબોર ગામના પાટિયા પાસે ટ્રકમાં ઝેરી દવા પી યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવકે મોટાભાઈને ફોન કરી દવા પી લીધાનું જણાવતા ટ્રકમાં લગાવેલા જીપીએસ સિસ્ટમના આધારે લોકેશન મેળવી પરિવારજનો દોડી ગયા હતા. બનાવના પગલે એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ કિશાન ગૌશાળા પાસેની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિનુભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.33)એ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બામણબોર ગામના પાટિયા પાસે ટ્રકની કેબિનમાં ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ મોટાભાઈ લવજીભાઈને ફોન કરી પગલું ભરી લીધાનું જણાવતા મોટાભાઈએ ટ્રકમાં રહેલા જીપીએસ સિસ્ટમનું લોકેશન મેળવી ટ્રક બામણબોર પાસે હોવાનું માલુમ પડતા પરિવારજનો દોડી ગયા હતા અને ત્યાંથી યુવકને સારવાર માટે પ્રથમ કુવાડવા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ભરત પાંચ ભાઈમ વચેટ હતો અને સંતાનમાં બે પુત્ર છે. પોતે ટ્રક ડ્રાઇવીંગનું કામ કરતો હતો. ક્યાં કારણોસર પગલું ભર્યું પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application