BREAKING NEWS

ચોટીલામાં અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા યુવાનનું મોત

  • October 08, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલામાં અકસ્માતના બનાવમાં યુવકનું મોત નિપજ્યાનું પોલીસમાં નોંધાયું છે. આવાસ ક્વાર્ટર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે લેતા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવારમાં દમ તોડી દીધો હતો. બનાવના પગલે ચોટીલા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના મફતિયાપરામાં રહેતા કલ્પેશભાઈ રાજુભાઈ કોરડીયા (ઉ.વ.35)ના યુવાન તા.6ના રાત્રીના બારેક વાગ્યે મોટર સાઈકલ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચોટીલામાં આવાસ કવાટર પાસે પહોંચતા પુરપાટ ઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે મોટર સાઈકલને ઠોકર મારતા યુવક બાઈક સમેત ફંગોળાઈ જતા માથા અને શરીરના ભાગે ઇજા થઇ હતી. સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગતરાત્રીના દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને કરી હતી.


મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા અને મજૂરી કામ કરતા હતા.તા.6ના કામ પૂરું કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.

બનાવના પગલે પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application