BREAKING NEWS

રાજકોટમાં સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળ્યું: પટકાતા યુવકનું મોત, રાત્રે બહાર આંટો મારવા નીકળતા બનાવ

  • September 28, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક બાઈક ચાલક યુવકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાઈક ઉછળી હતી અને યુવક રોડ પર પટકાતા માથામાં પથ્થર લાગી જવાથી ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. યુવક કુવાડવા નજીક કારખાનામાં કામ કરતો હતો રાત્રીના આટો મારવા નીકળતા બનાવ બન્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા ભાવેશ પંકજભાઈ તાલપરા (ઉ.વ.33)નો યુવક ગત રાત્રીના અગ્યારેક વાગ્યે બાઈક લઈને કુવાડવા જીઆઈડીસીથી આગળ જઈ રહ્યો હતો ત્યારે માલિયાસણ નજીક રોડ પરનું સ્પીડ બ્રેકર અંધારામાં ન દેખાતા યુવક બાઈક સમેત ઉછળીને રોડ પર પટકાતા માથામાં પથ્થર લાગી જવાથી ગંભીર ઈજાઓ થઇ હતી. ઈજાગ્રસ્ત પડેલા યુવકને જોઈ પસાર થતાવાહન ચાલકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં શોકક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.


મૃતક યુવક એક ભાઈ એક બહેનમાં મોટો હતો સંતાનમાં એક દીકરો દીકરી છે, પત્ની ઘણા સમયથી પુત્રીને લઈને ચાલી ગઈ હતી અને યુવકે સાગર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો. રાત્રીના કોઈ કામ સબબ કે આટો મારવા નીકળતા ઘટના ઘટી હતી. બનાવ અંગે વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application