BREAKING NEWS

રાજકોટમાં સ્નેપચેટથી પરીચયમાં આવેલા શખસે લગ્નની લાલચ આપી ત્યકતા પર દુષ્કર્મ આચર્યું, ન્યુડ ફોટો પણ પાડી લીધા

  • March 03, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર પંથકની ત્યકતા સાથે સ્નેપચેટથી પરીચયમાં આવેલા શખસે લગ્નની લાલચ આપી રાજકોટ બોલાવી હોટલમાં લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મન ભરાય ગયા બાદ ત્યકતાને તરછોડી દીધી હતી. જેથી અંતે મહિલાએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર પંથકની 30 વર્ષીય ત્યકતાના વર્ષ 2024 માં લગ્ન થયાં હતા. બાદ તેણીને પતિ સાથે મનમેળ નહીં થતાં થોડા સમયમાં જ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જે બાદ ફરી ત્યકતા પોતાના પિયરે રહેવા લાગી હતી. દરમિયાન ગત ડિસેમ્બર, 2025 માં સ્નેપચેટ મારફતે રાજકોટના શ્યામ અમિતભાઇ માંકડીયાનો સંપર્ક થયો હતો. સ્નેપચેટમાં વાત કરતા બંને વચ્ચે પરિચય આગળ વધ્યો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઇ હતી. જે બાદ શ્યામ માંકડીયાએ ત્યકતાને લગ્નની લાલચ આપી હતી.


બાદમાં શ્યામએ મળવા બોલાવતા સ્નેપચેટમાં પરિચય થયાંના 12 માં દિવસે જ ત્યકતા રાજકોટ ખાતે હવસખોરને મળવા પહોંચી હતી. અહીં શ્યામ તેણીને કાલાવડ રોડ પર આવેલી નોવા બ્લિસ હોટેલ ખાતે લઇ ગયો હતો અને લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન શ્યામએ ત્યકતાના ન્યુડ ફોટો પણ પાડી લીધા હતા.

ત્યારબાદ ત્યકતા ભાવનગર જતી રહી હતી. બાદ એક સપ્તાહ પછી ત્યકતા ફરીવાર રાજકોટ ખાતે શ્યામને મળવા આવી હતી. ત્યારે શ્યામએ ફરીવાર તેણીનું જાતીય શોષણ કર્યું હતું. જે બાદ ત્યકતાએ લગ્ન અંગે પૂછતાં 'હું મારા માતા-પિતાનો એક જ સંતાન છું, મારા માતા-પિતા આપણા લગ્ન માટે માનશે નહીં એટલે હું લગ્ન નહિ કરી શકું' તેમ કહી દીધું હતું. વધુમાં જો તું લગ્ન માટે દબાણ કરીશ તો હું તારા ન્યુડ ફોટો વાયરલ કરી દઈશ તેમ કહી ધમકી આપી ત્યકતાનું જાતીય શોષણ કરી શ્યામ માકડીયાએ તરછોડી દીધી હતી. મહિલાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે શ્યામ અમિતભાઇ માકડીયા વિરુદ્ધ બીએનએસની કલમ 69 અને 351(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application