BREAKING NEWS

જેતપુરના નવાગઢમાં પાડોશી ઢગાએ 5 વર્ષની ફુલ જેવી બાળા પર દુષ્કર્મ આચર્યું

  • February 23, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના નવાગઢમાં એક પાંચ વર્ષની ફૂલ જેવી બાળકીની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે,ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમે પોક્સો એક્ટ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક હવસખોર નરાધમની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષીય ફુલ જેવી બાળકી પાડોશમાં રહેતા વૃદ્ધા અને તેનો પુત્રને ત્યાં અવારનવાર રમવા જતી હતી, ગઈકાલે પણ બાળકી પાડોશમાં રહેતા પરિવારને ત્યાં રમવા ગઈ હતી,તે વેળાએ વૃદ્ધા તેના અન્ય મકાને ગયેલ હોય બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધાના પુત્ર જીતુ દેવજીભાઈ ભોજાણી ઉવ 42નામના શખ્સે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.


આ ઘટના બાદ ભોગ બનનાર બાળકીએ માતાને પોતાની કાલી ઘેલી ભાષામાં આપવીતી વર્ણવતા પરિજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવને પગલે તાત્કાલિક પરિવારજનોએ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને બાદમાં પરિવારજનોએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપતા પીઆઈ એ એમ હેરમાની ટીમે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ હવસખોર હેવાન જીતુ દેવજીભાઈ ભોજાણીની ધરપકડ કરી હતી.


વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપી જીતુ અપરિણીત હોય માતા ઘરે ન હોય રમવા ઘરે આવેલી બાળકીની એકલતાનો લાભ ઉઠાવી કૃત્ય આચર્યું હોય પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


માતાએ પૂછ્યું ત્યાં શું રમી?માસુમે નિર્દોષતામાં કહ્યું ને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

ફૂલ જેવી દીકરી સાથે દુષ્કર્મ પ્રકરણમાં માતાએ પૂછ્યું હતું કે આજે બેટા શું કર્યું પાડોશીના ઘરે? તો બાળકીએ એવુ કહ્યું હતું કે, અમે ત્યાં રમતા હતા, બાદ માતાએ વધુમાં પૂછ્યું હતું કે, બેટા તું શું રમતી હતી ત્યાં? બાળકીએ નિર્દોષ ભાવે આપવીતી વર્ણવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, અનેઆ અંગે તપાસ કરતા દીકરી દુષ્કર્મનો શિકાર બન્યાનું ધ્યાને આવતા ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application