BREAKING NEWS

તાલાલામાં કાકાના હાથે ભત્રીજાની હત્યા, ગાઢ નિંદ્રામાં જ કુહાડીના ઘા મારી પતાવી દીધો

  • September 23, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાલાલાના રાતિધાર (ગીર) ગામમાં વહેલી સવારે બનેલી હત્યાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી દીધી છે. જૂના વિવાદ અને મનદુઃખના કારણે કૌટુંબિક કાકાએ જ પોતાના ભત્રીજાની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.


મૃતક ૪૮ વર્ષીય પ્રવીણ બચુ સોલંકી પોતાના ઘરના ફળિયામાં ઓસરી પાસે ખાટલા પર ગાઢ નિંદ્રામાં સૂતા હતા. તે દરમિયાન તેમના કૌટુંબિક કાકા ત્યાં આવ્યા અને જૂની અદાવત કે મનદુઃખના કારણે તેમના પર કુહાડીના આડેધડ ઘા ઝીંકી દીધા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ લોહિયાળ બનાવની જાણ થતાં જ મૃતકના ભાઈ રાજુ સોલંકીએ તાત્કાલિક પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.


ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાલાલાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. તાલાલાના ઈન્ચાર્જ પીઆઈ જે. કે. મોરીએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીની વહેલી તકે ધરપકડ કરવા માટે પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હત્યા પાછળનું ચોક્કસ અને સાચું કારણ શું હતું, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application