BREAKING NEWS

જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક

  • November 03, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક

સોમવારે ઉઘડતી બજારે ૯૧૨૫ મણની નોંધાઇ આવક: ભાવમાં અજમો ટોપ પર, મણનાં ૨૬૦૦થી ૫૯૮૦ના પડયા સોદા

હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પર્વના પ્રારંભના અંતિમ સપ્તાહના સોમવારે ઉઘડતી બજારે મગફળીની પુષ્કળ આવક થવા પામી હતી, ૫૨૧૪ ગુણી અને ૯૧૨૫ મણ હાપા યાર્ડમાં ઠલવાઇ હતી. જેના ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો મગફળી જીણી ૧૪૦૦ થી ૧૭૦૦, મગફળી જાડી ૧૩૦૦ થી ૧૬૫૦, ૬૬ નં. ૧૫૦૦ થી ૨૩૦૦ અને ૯ નંબર મગફળીના ૧૭૦૦ થી ૨૫૯૦ સુધીના ભાવ બોલાયા હતા.

હાપા માર્કેટીંગ યાર્ડ દ્વારા શુક્રવારે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહીના પગલે શનિ-રવિ એમ બે દિવસ મગફળીની આવક પર બ્રેક મારી દેવામાં આવી હતી. અને ગઇકાલે સોમવારે ઉઘડતી બજારે મગફળીની સારી એવી આવક થવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતો હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના સારા એવા ભાવ મળતા હોવાથી અહીં વેંચાણ માટે આવતા હોય, ખાસ કરીને ૯ નંબરની મગફળીની માંગ વધારે જોવા મળે છે, દર વર્ષે દિવાળીના પર્વ પહેલા તામીલનાડુના વેપારીઓ આ ૯ નંબરની મગફળીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે.

ગઇકાલે હાપા માર્કેટીંગ યાર્ડમાં કુલ જણસ ૨૧૦૩૩ ગુણી અને ૪૯૪૬૪ મણ આવક થવા પામી હતી. જે ૧૨૦૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જે પૈકી ૨૧૨૪૬ ગુણીનું વેંચાણ થયુ હતું હાપા યાર્ડમાં સોમવારે નોંધાયેલ ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો બાજરી, ૩૫૫ થી ૫૨૪, ઘઉં ૪૫૦ થી ૭૦૧, મગ ૧૧૦૫ થી ૧૬૭૫, અડદ ૧૬૦૦ થી ૧૯૩૦, તુવેર ૧૬૦૦ થી ૧૭૪૦, મણના પ્રતિભાવ બોલાયા હતા. 

જયારે અન્ય જણસમાં ચોળી, ૮૫૦ થી ૧૫૯૫, ચણા ૧૩૫૦ થી ૧૪૭૫, ચણા સફેદ ૧૪૫૦ થી ૨૧૯૧, એરંડા ૧૫૦૦ થી ૧૫૭૦, તલી ૨૮૦૦ થી ૩૨૦૦, તલ કાળા, ૩૪૫૦ થી ૩૭૦૦, લસણ ૮૦૦ થી ૨૪૯૦, કપાસ ૧૭૪૦ થી ૧૯૨૫, જીરૂ ૩૫૦૦ થી ૫૦૨૫, અજમાની ભૂસી ૪૦ થી ૩૨૭૦, મરચા ૨૨૦૦ થી ૫૦૦૦ સુકી ડુૅગણી ૩૦૦ થી ૯૨૫, સીંગદાણા ૧૪૦૦ થી ૧૭૦૦, સોયાબીન ૧૨૦૦ થી ૧૩૭૦, અને વટાણાના ૬૦૦ થી ૯૮૦ પ્રતિ મણના સોદા પડયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ એ. પટેલની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application