BREAKING NEWS

જામનગર: પીજીવીસીએલના ઇજનેરની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • July 28, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પીજીવીસીએલના ઇજનેરની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

હાપા પીજીવીસીએલ સબ-ડીવીજનના કર્મચારી ભીમશીભાઈ વેજાભાઈ પોપાણીયા(જુનીયર ઈજનેર) ફરીયાદી તથા તેના સાથી કર્મચારી ધર્મેશભાઈ કાનજીભાઈ મકવાણા(ઈલેકટ્રીક આસીસટન્ટ) તથા સ્ટેટ રીઝર્વ પોલીસ દળના જવાન અને પ્રાઈવેટ સીકયુરીટી એજન્સીના કર્મચારી આદમ નુરમામદ જેમલાણી અને બોલેરો કેમ્પરના ડ્રાઈવર સહદેવસિંહ અમરસંગભાઈ કેરને સાથે લઈને હાપા સબ-ડીવીજન કચેરીએથી જામનગર જીલ્લાના વિભાપર ગામના ઘર વપરાશના ગ્રાહક નારદ મુળજીભાઈ મકવાણાનું વીજ કનેકશન રૂા.૩૮,૦૫૯/- લેણી રકમની વસુલાત બાકી હોય, જે તેઓની કચેરીના નાયબ ઈજનેર બી.બી. ચૌહાણની સુચનાથી અને ડીશકનેકશન ઓર્ડર સાથે લઈ વિભાપર ગામે ઉપરોકત જણાવેલ ટીમ સાથે આરોપીના રહેણાંક મકાને ગયેલા.

 ત્યારે આરોપી તથા તેના મોટાબાપુ દાનાભાઈ ભોજાભાઈ મકવાણા હાજર હોય, તેઓને ફરીયાદીએ બાકી લેણા પેટે નિકળતી વીજ જોડાણની રકમ ભરપાઈ કરવા સમજાવેલ હોય, પરંતુ આરોપીઓએ તેના રહેણાંક મકાનમાં સોલાર રૂફટોપ નખાવેલ હોય, તેમાં વીજળી ઉત્પન્ન થયેલ પોઈન્ટ જમાં થતા હોય, તે રકમ બાદ કરી આપવા જણાવેલ ત્યારે ફરીયાદીએ જણાવેલ કે, સોલાર રૂફટોપ સીસ્ટમ અમારામાં ન આવે જેથી આરોપીઓએ રકમ ભરપાઈ કરવાની ના પાડતા ફરીયાદીએ આરોપીનું વીજ જોડાણ ડીશકનેકટ કરવાની સમજ કરી અને ફરીયાદી સાથે આવેલ હેલ્પર ધર્મેશભાઈને ડીશકનેકશન માટે વીજ થાંભલા ઉપર ચડાવતા આ આરોપીઓ ખુબજ ઉશ્કેરાઈ ગયેલા અને થાંભલા ઉપરથી હેલ્પરને નીચે ઉતરી જવાનું કહી ભુંડા બોલવા લાગેલા હતા, જેથી ફરીયાદીએ ભુંડા બોલવાની ના પાડેલ તો આરોપી નં.-૧ ખુબજ ઉશ્કેરાઈ ગયેલ અને બધા સ્ટાફને જેમફાવે તેમ ભુંડા બોલવા લાગેલ હોય, અને જો અમારા ઘરનું વીજ કનેકશન કાપ્યું છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ અને ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ હોય.

જેથી ફરીયાદીએ આરોપીઓ સામે બેડી મરીન પો.સ્ટે. માં આઈપીસી કલમ મુજબ ગુન્હો દાખલ કરેલ અને આરોપીઓ સામે પુરતો પુરાવો હોય, તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ કરેલ જે કેસ જામનગરના બીજા એડી. જયુડી. મેજી. ફ.ક. જજ કે.એસ. મોદીની કોર્ટમાં ચાલી જત્તા આરોપીના વકીલની ધારદાર રજુઆતો તથા દલીલો તથા ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના સિધ્ધાંતોને ઘ્યાને લઈ બન્ને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકતો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ પરબત વી. મકવાણા,પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા વિશાલ પી. મકવાણા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application