રાજકોટના વહીવટી તંત્રમાં સ્ટાફની ભારે અછત અને યોગ્ય મહેકમ ફાળવણી ન થયા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે અનેક ટેબલ પર કામગીરીના બોજથી ખુદ કર્મચારીઓ/અધિકારીઓ કંટાળ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ અશાંતધારા સહિતની અનેક ફાઇલો લાંબા સમયથી પેન્ડિંગ રહેતા અરજદારોને રોજના ધરમધક્કા થઈ રહ્યા છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ વહીવટી તંત્રમાં અને તેમાં પણ ખાસ પ્રાંત ૧ કચેરીમાં સ્ટાફની ભારે તંગી છે. જેમાં સૌથી વધુ કલાર્કની જગ્યા ખાલી હોવાનું ધ્યાને આવ્યું છે, હાલની સ્થિતિ જોતા ૭ જગ્યામાંથી ૪ જગ્યા ખાલી છે. તેમજ નાયબ મામલતદારોમાં પણ ૩માંથી ૨ નાયબ મામલતદારની જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંત ૧ કચેરીમાં સૌથી વધુ કામગીરી અશાંતધારાને લઈને રહે છે ત્યારે અહીં અશાંત ધારાનું કાયમી મહેકમ જ નથી. એ સિવાય અપીલની પણ મહેક સાવ ખાલીખમ છે. સહાયની જગ્યા પણ ખાલી હોવાથી મોટી ઉંમરના લોકોને રોજના ધક્કા થઈ રહ્યાં છે. જ્યારે મેજી. નાયબ મામલતદાર લોન સેવા પર ચાલે છે તેથી એ પણ જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું છે. સહાયના નાયબ ક્લાર્ક અને નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે. ૯૦ ટકાથી વધુનો સ્ટાફ બિનઅનુભવી હોવાથી રોજિંદી કામગીરીને અસર પડે રહી છે. તેમજ અનેક અરજદારો રોજબરોજ હેરાન થઈ રહ્યા છે. પ્રાંત ૧ કચેરીમાંથી મેળો, ઇશ્વરીયા, અપીલ કેસો, અશાંત lધારો, સહાય કેસો, પ્રોટોકોલ, તાલીમ, એ.ડી. કેસ સહિતની અનેકવિધ મહત્વપૂર્ણ કામગીરી અહીંથી થાય છે. દરેક કામોને લઈને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ ઉકેલ ન આવતા કાર્યરત કર્મચારીઓ અને અધિકારીઓ હવે કંટાળા છે તેમજ ખુદ કલેકટર સાહેબ આ બાબતે સંગ્યાન લે અને જરૂરી સ્ટાફ પૂરો પાડે તેવી ચોક્કસ માંગ ઉઠી છે. નવ નિયુક્ત ના. મામલતદાર કામગીરીના બોઝથી એટલી હદે કંટાળ્યા છે કે, મારી પોતાની ભલે બીજે ગમે ત્યાં બદલી થઈ જાય તો પણ હું જતો રહીશ મને મને તે બાબતે કોઈ પ્રશ્ન પણ નથી પણ અહીં સ્ટાફ વગર કામ કેમ કરવું તે મોટો સવાલ છે. વધુમાં ચોંકાવનારી જાણકારી મુજબ, જ્યાં જરૂર નથી ત્યાં વધુ સ્ટાફ ફાળવી દેવાયો છે જેમાં સંપાદન, સિંચાઈ, આરટીઓ, રીજોનલ કમિશનર, મધ્યાહન ભોજન કોર્પોરેશન જેવા વિભાગોનો સમાવેશ થાય છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી સામે વધુ સ્ટાફ અપાયો હોવાનો પણ ગણગણાટ છે. જેમાં જામકંડોરણા, લોધિકા, પડધરી, કોટડાસાંગાણી સહિતની અનેક જગ્યાએ વધુ સંખ્યામાં ના. મામલતદાર ફાળવવામાં આવ્યા છે તેની સામે ગોંડલમાં કામગીરી વધુ હોવ છત્તા સ્ટાફ ખૂબ ઓછો હોવાનું કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતે કલેક્ટર ખુદ યોગ્ય પગલા લે તે જરૂરી.