BREAKING NEWS

ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ

  • December 02, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખંભાળીયા નજીક પુરપાટ ઝડપે આવેલી કારે બાઇકને હડફેટે લેતા એકફોર્સના જવાનનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે, આ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 


ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૦૫ જે.ક્યુ. ૨૮૮૫ નંબરના ટાટા જેસ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર જે.કે. ૦૨ બી.એસ. ૩૫૮૦ નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા તરફ દૂધ તથા શાકભાજી લેવા માટે જઈ રહેલા એરફોર્સના જવાન સોહમસિંગ સુખદેવસિંહને પાછળથી ઠોકરે લેતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​

આ બનાવ અંગેની જાણ ભારતીય સેનાના નાયબ સુબેદાર બાલાસાહેબ બાપુ ચૌધરી (ઉ.વ. ૫૦, રહે. મૂળ સોલાપુર - મહારાષ્ટ્ર, હાલ જામનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application