પાયલટ સહિત ‘મિડનાઈટ’માં પાંચ લોકો કરી શકશે મુસાફરી : પ્રારંભિક તબક્કામાં, નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં કરાશે શરૂઆત
એનસીઆરમાં મેટ્રો અને રેપિડ રેલ બાદ હવે આગામી વર્ષોમાં એર ટેક્સી સેવા પણ શરૂ થશે. દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોની મૂળ કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે નવી દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવા માટે અમેરિકન કંપની આર્ચર એવિએશન સાથે હાથ મિલાવ્યા છે. દિલ્હી-ગુરુગ્રામ વચ્ચે એર ટેક્સી વર્ષ 2026 સુધીમાં કાર્યરત થવાની આશા છે.
નવી દિલ્હીના કનોટ પ્લેસ અને ગુરુગ્રામ વચ્ચે એર ટેક્સીની શરૂઆત સાથે, બંને સ્થળો વચ્ચેની મુસાફરી માત્ર 7 મિનિટમાં પૂર્ણ થશે. આર્ચર એવિએશન 200 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ આ પ્રોજેક્ટ હેઠળ ફાળવશે. આ એર ટેક્સીમાં પાયલટ સહિત પાંચ લોકો મુસાફરી કરી શકશે. પ્રારંભિક તબક્કામાં, નવી દિલ્હી તેમજ મુંબઈ અને બેંગલુરુમાં પ્રોજેક્ટ શરૂ કરાશે.
આઇજીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય એ છે કે ઇન્ટરગ્લોબ-આર્ચર ફ્લાઇટનો યાત્રી કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની 27 કિલોમીટરની મુસાફરી લગભગ સાત મિનિટમાં પૂર્ણ કરી શકે. હાલમાં કાર દ્વારા આ અંતર કાપવામાં 60 થી 90 મિનિટનો સમય લાગે છે. આ એર ટેક્સીને મિડનાઈટ નામ આપવામાં આવ્યું છે જેમાં પાઈલટ સિવાય ચાર મુસાફરો બેસી શકે છે. તે એક જ ચાર્જ પર લગભગ 150 કિમીની રેન્જ ધરાવે છે.
આર્ચર એવિએશનના જણાવ્યા અનુસાર, કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની સાત મિનિટની ફ્લાઈટનું ભાડું રૂ. 2,000 થી રૂ. 3,000 હોઈ શકે છે. આર્ચર એવિએશનના સ્થાપક અને સીઇઓ એડમ ગોલ્ડસ્ટીને જણાવ્યું હતું કે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને તેમના એરક્રાફ્ટ માટે પ્રમાણપત્રની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. એકવાર એફએએ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા પછી, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) તરફથી પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ થશે. ગોલ્ડસ્ટીને 200 મિડનાઈટ એરક્રાફ્ટના કાફલા સાથે 2026 સુધીમાં ભારતમાં ફ્લાઈટ્સ શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech