BREAKING NEWS

જામનગર: લાંચ માંગવાના કેસમાં સિકકા નગરપાલીકાના નિવૃત કલાર્ક સહિત બેની આગોતરા અરજી રદ

  • October 02, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાંચ માંગવાના કેસમાં સિકકા નગરપાલીકાના નિવૃત કલાર્ક સહિત બેની આગોતરા અરજી રદ

જીલ્લા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખતી સેશન્સ અદાલત 

આ કેસની વિગત એવી છે કે, સિકકાનાં એક વ્યકતિ એ વર્ષ ર૦૧૮માં મકાન ખરીદયુ હતું તેમને મકાન નો ટેક્ષ ભર્યા બાદ દસ્તાવેજમાં પોતાનું તથા તેની પત્ની નું નામ ટ્રાન્સફર કરાવી એન.ઓ.સી મેળવવાની કાર્યવાહી કરવાની હતી. આ કામગીરી માટે સિકકા નગરપાલીકા ની ટેક્ષ શાખાનાં તત્કાલીન સીનીયર કર્લાક કમ ટેક્ષ ઈન્સપેકટર અતુલકુમાર રમણીકલાલ પંડયા અને કોમ્પયુટર ઓપરેટર કમ કર્લાક નિલેશકુમાર ભુદરદાસ મેસવાણીયા એ રૂ.૧૦૦૦/- ની લાંચ માંગી હતી. જેથી ફરીયાદી દ્વારા આ અંગે એ.સી.બી સમક્ષ તા.૦૭/૦૩/૨૦૨ર નાંરોજ ફરીયાદ કરવામાં આવેલ હતી. 

જેથી તા. ૦૮/૦૩/૨૦૨૨ નાંરોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યુ હતું પરંતુ આરોપીઓ ને શંકા જતા જે તે સમયે આ છટકુ નિષ્ફળ રહયું હતુ અને લાંચ ની રકમ સ્વીકારવામાં આવેલ ન હતી અને તેની રીકવરી પણ થયેલ ન હતી. ત્યારબાદ સમગ્ર મામલે એ.સી.બી દ્વારા ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનાં અંતે સામે આવેલ કે બન્ને આરોપીઓ એ પોતાના અંગત ફાયદા માટે હોદા નો દુરઉપયોગ કર્યો હતો. આરોપીઓ એ એક બીજા ની મદદ કરીને ફરીયાદી પાસેથી ૧૦૦૦નો ગેરલાભ મેળવવા લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી બન્ને આરોપીઓ સામે જામનગર એ.સી.બી દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવેલ. જેથી બન્ને આરોપીઓએ સદર ગુન્હામાં ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ. 

જેની સુનવણી થતા જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ વિસ્તૃત દલીલ કરી હતી અને અરજદાર આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરવા રજૂઆત કરેલ હતી. અદાલતે બંન્ને પક્ષની દલીલો સાંભળી આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application