BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં વિવિધ સેલના સંયોજકો અને સહસંયોજકોની નિમણુંક

  • November 06, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં વિવિધ સેલના સંયોજકો અને સહસંયોજકોની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના આશયથી વિવિધ જિલ્લા સેલમાં સંયોજકો તથા સહસંયોજકોની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને જિલ્લા સંગઠન પ્રભારી પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા સંકલન સમિતિ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિમણૂકોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જાહેર કરાયેલી યાદી મુજબ, વિધિ (લીગલ) સેલના સંયોજક તરીકે એડવોકેટ ચંદ્રમૌલીભાઈ જોશી, સહકારિતા સેલમાં વિઘાભા માણેક, બુદ્ધિજીવી સેલમાં ચિરાગભાઈ મનુભાઈ મોટાણી, ચિકિત્સા સેલમાં ડો. અમિતભાઈ નકુમ અને સહસંયોજક તરીકે ડો. સાગરભાઈ ભૂતની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ સૈનિક સેલમાં અનિલભાઈ ડોરૂ, વ્યવસાયિક સેલમાં જયસુખભાઈ સોનૈયા (પીંડારા), આર્થિક (સી.એ.) સેલમાં નિશિતભાઈ પાબારી અને વ્યાપારિક સેલમાં સુનિલભાઈ દતાણીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત સાંસ્કૃતિક સેલમાં નિતેશકુમાર ઈશ્વરલાલ ગોંડલીયા, શિક્ષણ સેલમાં લાખાભાઈ કરમુર, માછીમાર સેલમાં રાજેશભાઈ રામજીભાઈ, લઘુ ઉદ્યોગ સેલમાં મિતેશભાઈ ટાકોદરા, દિવ્યાંગ સેલમાં પ્રવીણભાઈ વાઘેલા અને અન્ય ભાષાભાષી સેલમાં ગોપાલસિંગ ભુરાસિંગ રાજપૂતને સંયોજક તરીકે નિયુક્ત કરાયા છે.

રમતગમત સેલમાં જયરાજભાઈ ગઢવી, શ્રમિક સેલમાં કિશોરભાઈ ચોપડા, એન.જી.ઓ. સેલમાં ધીરેનભાઈ બદીયાણી, વિદેશ સંપર્ક (એન.આર.આઈ.) સેલમાં ખીમાભાઈ પુંજાભાઈ મોઢવાડિયા, સ્થાનિક સ્વરાજ સેલમાં દેવાતભાઈ ચાવડા તથા ધર્મસ્થાન સંપર્ક સેલમાં શર્મિશભાઈ જોશીને સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ સંગઠનાત્મક નિમણૂકોને પગલે નવનિયુક્ત તમામ સંયોજકો અને સહસંયોજકોને પક્ષના આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવી નવી જવાબદારીમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application