પાર્થ ને કહો ચઢાવે બાણ, હવે તો યુઘ્ધ એ જ કલ્યાણ: જામનગરમાં તિરંદાજી સ્પર્ધા
પાર્થ ને કહો ચઢાવે બાણ, હવે તો યુઘ્ધ એ જ કલ્યાણ: જામનગરમાં તિરંદાજી સ્પર્ધા
August 05, 2026 11:55 AM
પાર્થ ને કહો ચઢાવે બાણ, હવે તો યુઘ્ધ એ જ કલ્યાણ: જામનગરમાં તિરંદાજી સ્પર્ધા
કોમનવેલ્થ ગેમમાં ભારતનો દેખાવ ખુબ સારો રહ્યો છે, હવે પછીની કોમનવેલ્થ ગેમની યજમાની ગુજરાતને મળી છે ત્યારે ક્રિકેટ ઉપરાંતની રમતોમાં પણ દેશની યુવાશકિતને પોતાનું કૌવત દેખાડવાની તક મળવાની છે આ સંજોગોમાં જામનગર માટે ક્રિકેટના ઐતિહાસિક મેદાન ગણાતા ક્રિકેટ બંગલામાં તિરંદાજી સ્પર્ધાનું આજે આયોજન થયું હતું અને નિશાનબાજોને પોતાની કારકીર્દી બનાવવાની તક મળી હતી. જામનગરમાં એસજીએફઆઇ એટલે કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા તિરંદાજીની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૧૫,૧૪,૧૭,૧૯ની વયના ૮૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં જામનગર મહાપાલિકા દ્વારા સ્પર્ધા યોજાશે જેમાં ૧ થી ૪ નંબર પ્રાપ્ત કરાયેલા ગ્રુપના સ્પર્ધકો રાજયકક્ષાએ ભાગ લેવા જશે ત્યારબાદ રાજયકક્ષાએ થયેલા વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે.