જામનગર: ઠંડી હજૂ આવી નથી પરંતુ શિયાળાની ઓળખ સમાન વિદેશી પક્ષીઓનું લાખોટા તળાવે આગમન શરૂ
જામનગર: ઠંડી હજૂ આવી નથી પરંતુ શિયાળાની ઓળખ સમાન વિદેશી પક્ષીઓનું લાખોટા તળાવે આગમન શરૂ
November 03, 2026 10:20 AM
જામનગર: ઠંડી હજૂ આવી નથી પરંતુ શિયાળાની ઓળખ સમાન વિદેશી પક્ષીઓનું લાખોટા તળાવે આગમન શરૂ
જામનગરમાં દર વર્ષની પરંપરા મુજબ શિયાળાની શરૂઆત થતાં જ સાત સમુદ્ર પારથી વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. શિયાળાની ઋતુની ઓળખ સમાન ગણાતા સિગલ પક્ષીઓ જામનગરના લાખોટા તેમજ રણમલ તળાવ તેમજ આકાશ અને જળાશયો આસપાસ જોવા મળવા લાગ્યા છે. જોકે, ચાલુ વર્ષે હજુ સુધી ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી વિદેશી સિગલ પક્ષીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે.સિગલ પક્ષીઓનું આગમન એટલે જામનગરમાં શિયાળાની ઋતુનું આગમન થયું હોવાનો અહેસાસ કરાવતી કુદરતી નિશાની સમાન છે. દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન વિદેશથી આવતા આ પક્ષીઓ જામનગરના પ્રાકૃતિક વાતાવરણની સુંદરતામાં વધારો કરે છે. ખાસ કરીને બાળકો માટે આ વિદેશી પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. પક્ષીઓને નિહાળવા માટે બાળકો સહિત શહેરીજનોમાં પણ ઉત્સુકતા જોવા મળે છે.હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું ન હોવાથી સિગલ પક્ષીઓની સંખ્યા ઓછી છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની સાથે વધુ સંખ્યામાં વિદેશી મહેમાનો જામનગરમાં જોવા મળશે તેવી આશા છે. આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓના આગમનથી જામનગરમાં શિયાળાની મોસમનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે.