BREAKING NEWS

દ્વારકા: મારામારીના ગુનાહમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી

  • July 20, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: મારામારીના ગુનાહમાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી. એમ. દેવમુરારી, પો.સ.ઈ. એમ. આર. સવસેટા અને એલ.સી.બી. ટીમ દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. પીઠાભાઈ ગોજીયા અને પો.કોન્સ. જયપાલસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રબારી ગેટ ખાતેથી આરોપી દેવીસંગભા રામભા માણેક (ઉં.વ. ૨૪, રહે. મકનપુર ગામ વાડી વિસ્તાર, તા. દ્વારકા, ધંધો: શિવરાજપુર બીચ પર વેપાર)ને ઝડપી લેવામાં આવ્યો છે.

આરોપી સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધાયેલો હતો. એલ.સી.બી. ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
​​​​​​​
આ કામગીરીમાં પીઆઈ એન.એચ.જોષી, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા, એસ.વી.કાંબલીયા તેમજ એએસઆઈ જગદીશભાઈ કરમુર, કુલદીપસિંહ જાડેજા, મુકેશભાઈ વાઘેલા, પીઠાભાઈ ગોજીયા અને જયપાલસિંહ જાડેજા રોકાયેલા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application