BREAKING NEWS

જામનગરમાં દિવ્યાંગ બાળકો દ્વારા ૭૦૦૦ આકર્ષક દિવડાંઓ તૈયાર

  • November 02, 2026 01:25 PM 

જામનગરમાં દિવ્યાંગ બાળકો દ્વારા ૭૦૦૦ આકર્ષક દિવડાંઓ તૈયાર

ૐ ટ્રેનીંગ સેન્ટર દ્વારા ચાર મહિનાની મહેનતથી વિવિધ પ્રકારના દિપ તૈયાર કરાયા: દિવાળીએ ખરીદી કરવા સંસ્થાની વિશેષ અપીલ

દિવાળીના પર્વને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે, ત્યારે દિવ્યાંગ બાળકોના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ પાથરવાના હેતુથી ડીમ્પલ મહેતા સંચાલિત ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપતી આ સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા છેલ્લા ચાર મહિનાથી દિવ્યાંગ બાળકો પાસે વિવિધ પ્રકારના આકર્ષક દીવાઓ તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં સાથિયાવાળા, કુંડીવાળા, મીણ પૂરેલા, મીણ વગરના તેમજ મટુકી આકારના સુંદર દીવાઓનો સમાવેશ થાય છે. આ વર્ષે સંસ્થા દ્વારા અંદાજે ૭,૦૦૦ જેટલા દીવાઓ તૈયાર કરવામાં આવ્યા છે. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ દીવાઓને સુંદર રંગોથી સજાવીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

સંસ્થા દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે દિવાળીના પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવાઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપે. લોકો આ દીવાઓ ખરીદશે તો બાળકોને કામ કરવાની તક મળશે અને તેમની મહેનતને યોગ્ય પ્રોત્સાહન મળશે.

દિવાળીના પર્વ પર પોતાના ઘરમાં દીવો પ્રગટાવવાની સાથે દિવ્યાંગ બાળકોના નામે પણ એક દીવો પ્રગટાવવો એ તેમના જીવનમાં આશા, ઉત્સાહ અને ખુશીઓનો પ્રકાશ પાથરવા સમાન છે. આ ભાવના સાથે ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સૌ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application