જામનગરમાં શ્રી આણંદાબાવા ચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને અશ્રુ નયને અપાઇ વિદાય
જામનગરમાં શ્રી આણંદાબાવા ચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને અશ્રુ નયને અપાઇ વિદાય
September 26, 2026 12:27 PM
જામનગરમાં શ્રી આણંદાબાવા ચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને અશ્રુ નયને અપાઇ વિદાય
આણદાબાવા ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી આસ્થાપુર્વક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ દાદાને રોજ અવનવા ભોગ ધરવામાં આવતા હતા. મંગલા આરતી, સાંજે ૮ વાગ્યે મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ભકતજનો જોડાઇને ધન્યતા અનુભવતા હતા. આ ગણેશ મહોત્સવમાં ગ્રુપ દ્વારા કુત્રિમ કુંડ નું આયોજન કરવામાં આવ્યું અને ગણેશજીનું વિસર્જન આ કુત્રિમ કુંડમાં કરવામાં આવ્યું હતું ગત રાત્રિ ના ૧૦-૦૦ વાગ્યે ગણેશ વિસર્જન આયોજન કરાયું સાથે સાથે અન્નકૂટ દર્શન પણ રાખવામાં આવ્યા આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસે ગરબે ઘુમીયા હતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી પરિવાર સાથે તેમજ ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટે. કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ સહિતના મહેમાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.