BREAKING NEWS

બનેવીએ પાટલા સાસુ પર દુષ્કર્મ આચર્યું...સાસરીયે અને માવતરે જઈ કુકર્મ કર્યું, આટકોટના પંથકમાં ચોંકવનારો બનાવ

  • December 29, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પંથકમાં રહેતી 30 વર્ષીય પરિણીતા પર બનેવીએ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટોકટ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. આરોપીએ પરિણીતાના સાસરિયે અને માવતરે જઈ દેહ અભડાવતા અંતે પરિણીતાએ બનેવી સામે આ ફરિયાદ નોંધાવી હતી.


જસદણ સ્થિત માવતરે જઇને પણ બદકામ કર્યું હતું

દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટના એક ગામે રહેતી 30 વર્ષીય પરિણીતાએ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફ્રૂટના ધંધાર્થી 25 વર્ષીય સગા બનેવીનુ નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પોતે તેણીનો સગો બનેવી થતો હોય બનેવીએ ગત 2020 ના મે માસમાં પરિણીતાના સાસરિયે આવી તેની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આ નરાધમે પરિણીતાના જસદણ સ્થિત માવતરે જઇને પણ બદકામ કર્યું હતું.


આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી 

પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની પત્ની માવતરે આવી હતી. ત્યારે બીમારીમાં સંપડાઈ હતી. બાદમાં તેની પત્નીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા તમારા લીધે જ મારી પત્નીનુ મોત થયું છે અને તેની સારવારમાં અમે અઢી લાખ રૂપિયા ખર્ચ્યા તેમ કહી રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે મામલે સમાજની બેઠક મળતા તેમાં મૃતકના માવતરે અઢી લાખ આરોપીને ચૂકવવા તેવું નક્કી થયું હતું. બાદમાં તેણે પાટલા સાસુ સોથી બદકામ કરતા આટકોટ પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application