જામનગર: વિજરખી નજીક પીધેલી હાલતમાં વેપારી ઝડપાયો
પંચકોશી-એ દ્વારા ચેકીંગ દરમ્યાન અન્ય ત્રણને દબોચી લીધા
જામનગરના વિજરખી ડેમ નજીક એક વેપારી પીધેલી હાલતમાં કાર સાથે ઝપટમાં ચડયો હતો બેદરકારીથી ચલાવતા કાર અકસ્માતગ્રસ્ત બની હતી, ઉપરાંત પંચ-એ દ્વારા અન્ય સ્થળે ચેકીંગ દરમ્યાન ત્રણને પીધેલી હાલતમાં પકડી લીધા હતા.
પંચકોશી-એ પીઆઇ શેખની સુચનાથી સ્ટાફ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તા. ૨૯ના રોજ પોલીસ ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજરખી ડેમ નજીક ટાટા સફારી કાર નં. જીજે૧કેએમ-૭૫૭૩ના ચાલકે સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા રોડ તરફ ઉતરીને ખાંગી થઇ ગઇ હતી પોલીસે કારચાલકની તપાસ કરતા પીધેલી હાલતમાં હોવાનું જણાયુ હતું. નામ પુછતા મુકેશ કેશવજી સભાયા રહે. રણજીતનગર હોવાનું જણાવ્યુ હતું આથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત પંચકોશી-એ પોલીસ સ્ટાફ દ્વારા અન્ય વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં ત્રણ શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું.