વિવિધ સ્થળોએ નાગરિકોએ દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર શહેર તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાય હતા. ત્યારે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં.૨ માં ફૂલચંદ તંબોલી આવાસમાં લોકોએ દીવડાના માધ્યમથી આશીર્વાદનો દિવડો લખી દીપ પ્રાગટય કર્યું હતું. આ ઉપરાંત અટલ બિહારી બાજપાઈ ભવન, મંદિરો, વોર્ડ નં.૨ પંડિત દીનદયાળ ભવન ખાતે નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. દીપ પ્રાગટ્યના માધ્યમથી નાગરિકોએ વડાપ્રધાનના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુ જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમોમાં મહિલાઓ, યુવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ દીપ પ્રગટાવી વડાપ્રધાનને શુભેચ્છાઓ અને આશીર્વચન આપ્યા હતા.