ખંભાળિયા મિલન ચાર રસ્તા ચોકમાં આવેલ કરોડોની જગ્યાનો દાવો નામંજૂર
ખંભાળિયા મિલન ચાર રસ્તા ચોકમાં આવેલ કરોડોની જગ્યાનો દાવો નામંજૂર
October 06, 2026 01:08 PM
ખંભાળિયા મિલન ચાર રસ્તા ચોકમાં આવેલ આજકાલક પ્રતિનિધિ
ખંભાળિયા મિલન ચાર રસ્તા પાસે આવેલ ત્રિકોણીયા વાળી ઓળખાતી જગ્યા ખંભાળિયા નગર પંચાયતની કારોબારીમાં ઠરાવ કરી પ્લોટ નંબર ૧૨૫ ની અપસેટ પ્રાઇઝ ચાલુ રાખી હરિજનને વેચાણ કરવા ઠરાવવામાં આવેલ જે જગ્યા હરીજન નથુ કારા ભાઈએ સદર જગ્યા પોતાને વેચાણ આપવા માંગણી કરી અને બોડીના આદેશથી મંજૂર થયેલ અપસેટ કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- ખંભાળિયા નગર પંચાયતમાં જમા કરાવી આપેલ અને પોહચ મેળવેલ હતી અને ત્યારથી જગ્યા નો તેવો કબજો ભગવટો કરતા હતા. ત્યારબાદ સદરહું જગ્યાનું ડિમોલેશન કરવામાં આવેલ હતું તેમજ ગુજરનાર નથુભાઈ કારાભાઈ ડોરૂ એ સદરહુ માંગણી વાળી જગ્યા નો વેચાણ દસ્તાવેજ નગરપાલિકા કરી આપે અને જગ્યાનો કબજો ભોગવટો પરત સોંપી આપે તેવી દાદ માગી ખંભાળિયા કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યૂટ ૪૩-૨૦૦૮ થી તારીખ ૮-૮-૨૦૦૮ થી દાવો દાખલ કરેલ.
ત્યારબાદ વાદીઓ તથા પ્રતિવાદી નગરપાલિકા ચીફ ઓફિસરની જુબાની લેવામાં આવેલ અને પ્રતીવાદી તરફ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ અને જે દાવો ચાલી જતા ર એડિશનલ સિનિયર સિવિલ જજ મંઘાણીએ કાયદાના સિદ્ધાંતો તથા ગુણદોષના આધારે તેમજ ખંભાળિયા નગરપાલિકાના વકીલની દલીલો ધ્યાને લઈ વાદી નથુભાઈ કારાભાઈ ડોરુના વારસો નો દાવો રદ કરેલ છે પ્રતિવાદી નગરપાલિકા તરફે નગરપાલિકાના વકીલ જીતેન્દ્ર કે હિંડોચા રોકાયા હતા.