જામનગર શહેર વોર્ડ નં. 12 માં નવરાત્રી ગરબીમાં કોમી એકતાના રંગ, અગ્રણીઓ દ્વારા ઈનામ વિતરણ
જામનગર શહેરના વોર્ડ નંબર 12 માં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત ગરબીઓમાં ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું. આ ગરબીઓમાં તમામ ખેલૈયાઓએ જે ઉત્સાહ અને અનુશાસન સાથે ભાગ લીધો, તે ખરેખર પ્રશંસનીય રહ્યો હતો.
ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર વકીલ જેનબબેન ખફી તથા સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજા દ્વારા ખેલૈયાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઈનામ વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા માટે અનવરભાઈ ખીલજી, આસિફભાઈ ખીલજી, અકરમભાઈ ખફી, સદામભાઈ શેખ સહિતના સમાજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.