BREAKING NEWS

જામ્યુકોના કમિશ્ર્નર અને શાસનાધિકારી સામે હાઇકોર્ટના આદેશના અનાદરની ફરિયાદ

  • August 20, 2026 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના કમિશ્ર્નર અને શાસનાધિકારી સામે હાઇકોર્ટના આદેશના અનાદરની ફરિયાદ

શિક્ષણ સમિતિના ૨૫ કર્મીના હકક-હીસ્સાના સેટલમેન્ટને મંજૂરી પણ અમલવારી ન કરી 

આગામી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નોટીસ ફટકારી 

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૫ કર્મચારીના હકક-હીસ્સામાં સેટલમેન્ટને હાઇકોર્ટે મંજૂરી આપ્યા બાદ મહાનગરપાલીકા તંત્રએ અમલવારી ન કરતા આ મુદે કર્મચારી વતી લડતા મજૂર મહાજન સંઘે હાઇકોર્ટમાં મનપાના કમિશ્ર્નર અને શાસનાધિકારી સામે ક્નટેમ્પટની ફરિયાદ કરી છે. આથી આગામી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા હાઇકોર્ટે નોટીસ ફટકારી છે. આથી આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 
​​​​​​​
જામનગર મહાનગરપાલીકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૫ પટ્ટાવાળા કમ ચોકીદારને ચૂૂકવવા પાત્ર રકમના ૪૦ ટકા નાણા આપવાના થયેલા સેટલમેન્ટને કર્મચારીઓ વડી લડતા મજૂર મહાજન સંઘ અને મહાનગરપાલીકાએ અગાઉના નિર્દેશ મુજબ હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું. આ સેટલમેન્ટ પર તા.૫-૩-૨૦૨૬ના હાઇકોર્ટે મંજૂર કર્યું હતું. પરંતુ ટેકનીકલ કારણોસર આ મામલો ગુંચવાયો હતો. બીજી બાજુ વિભાગો વચ્ચે  સંકલન અને અનિર્ણયકતાના કારણે સેટલમેન્ટને હાઇકોર્ટે મંજૂર કરવા છતાં અમલવારી ન થતાં નાના કર્મચારી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય મજૂર મહાજન સંઘના સેક્રેટરી પંકજભાઇ જોશી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ અને હોદાની રૂએ મ્યુનિસિપલ કમિશ્ર્નર સહીત અન્ય સામે તા.૧૮ ઓગષ્ટના હાઇકોર્ટના અનાદરની ફરિયાદ કરી હતી. આથી જસ્ટીસ એ.વાય.કોગ્જે અને જસ્ટીસ નિશ્રા એમ.ઠાકોરની બેન્ચે નોટીસ કાઢી આગામી તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં શાસનાધિકારી અને મ્યુનિસિપલ તંત્રને જવાબ રજૂ કરવા આદેશ કરતા ભારે દોડધામની સાથે આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application