↵જામનગરમાં યુવતિ પર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદથી ચકચાર
જામનગર શહેરમાં રહેતી એક યુવતિને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યાની એક શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે, આ બનાવમાં પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જામનગર શહેર વિસ્તારમાં રહેતી એક યુવતિ સાથે પરિચય કેળવીને યશરાજસિંહ સોઢા નામના શખ્સે લગ્નની લાલચ આપી હતી અને એ પછી તેણી સાથે શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યુ હતું અંદાજે સાત થી આઠ માસના સયમગાળા દરમ્યાન આરોપીએ કુકર્મ કર્યાનું જાણવા મળ્યુ છે.
દરમ્યાનમાં મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જયાં ગઇકાલે આરોપી સામે સીટી-સી ડીવીઝનમાં વિધિવત ફરીયાદ કરવામાં આવી હતી જેના આધારે પીઆઇ ડાભીના માર્ગદર્શન હેઠળ આરોપીની અટકાયત કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.