જામ્યુકોના અધિકારીઓ અરજદારોના ફોન ન ઉપાડતા હોવાની રાવ
વડાપ્રધાનથી લઇને કમિશ્નર સુધી પાઠવાયો પત્ર
જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અરજદારોના ફોન ઉપાડતા ન હોવાની ફરીયાદ અમિત એમ.પરમાર રામવાડી વાલમીકી પેટા પંચાયત ગુલાબનગર જામનગરના પ્રમુખ દ્વારા વડાપ્રધાનથી લઇને કમિશ્નર સુધી લેખિત પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યુ છે કે અમો અનુસુચિત જાતીના હોવાથી અમારા વિસ્તારની કોઇ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી તેમજ જામનગર મહાનગર પાલિકાના કોઇ પણ અધિાકારીઓ જવાબ આપતા નથી અને ફોન પણ ઉપાડતા નથી હાલ અમારા વિસ્તારના રહિશો છેલ્લા બે વર્ષથી પીવાના પાણીમાં ભુર્ગભ ગટરનું વાસ મારતુ પાણી આવી રહ્યુ છે. જેને કારણે અમારા વિસ્તારમાં બીમારીઓ વકરી રહી છે આ બાબતે અસંખ્ય વખત અમારા દ્વારા ફોન પર અધિકારીઓ કે જવાબદારને ફોન કરવામાં આવે છે ત્યારે એક પણ અધિકારી ફોન ઉપાડતા નથી આ બાબતે આગામી રવિવારે વડાપ્રધાન જામનગર આવવાના હોય વડાપ્રધાનને રજુઆત કરવા મંજુરી માંગવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application