BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: પરમિટ ન હોવાનું બહાનું કાઢી વીમા ક્લેઇમ નકારી દેનાર ઇન્સ્યુરન્સ કંપનીને ક્નઝયુમર કોર્ટની લપડાક

  • September 19, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: પરમિટ ન હોવાનું બહાનું કાઢી વીમા ક્લેઇમ નકારી દેનાર ઇન્સ્યુરન્સ કંપનીને ક્નઝયુમર કોર્ટની લપડાક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ દેવળિયા ગામના રહીશ રાજાજીભાઈ પંડયા સાથે બન્યો. તેમની બોલેરો કાર (જીજે-૩૭-ટી-૭૪૨૯) અકસ્માતગ્રસ્ત થતાં ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટર ખાતે રૂ.૧,૬૨,૦૦૯ નો મોટા પાયે રીપેરીંગ ખર્ચ થયો હતો. અરજદારે જયારે આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ કંપની પાસે પોતાનો હક્કનો વીમા ક્લેઈમ માંગ્યો, ત્યારે કંપનીએ અસ્માત સમયે વાહન પાસે પરમિટ નહોતી તેવું બહાનું ધરીને ક્લેઈમ સરાસર નાંજૂર કરી દીધો હતો. ગ્રાહકે હાર ન માની, કોર્ટના દરવાજા ખખડાવ્યા અન્યાય સામે ઝૂકવાને બદલે ગ્રાહકે જામનગરના એડવોકેટ મારફતે ધ ક્નઝ્યુમર પ્રોટેક્શન એક્ટ - ૨૦૧૯ હેઠળ જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં લડત આપી. 

જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ મારફત લેખિત - મૌખિક દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ સ્ટેટ કમીશન, નેશનલ કમીશન તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ ગ્રાહકની તરફેણના ચુકાદો રજુ કરવામાં આવેલ જે ચુકાદોને માન્ય રાખી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન-જામનગરના પ્રમુખ પી.સી.રાવલ તથા મેમ્બર જયશ્રીબેન મકવાણા દ્વારા ફરિયાદીની ફરિયાદ ખર્ચ સહીત મંજુર કરતો હુકમ કરવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન ગ્રાહક કમિશનના પ્રમુખ પી. સી. રાવલ અને સભ્ય જયશ્રીબેન મકવાણાની બેંચે વીમા કંપનીની દલીલોને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. વીમા કંપનીએ વાહન નુકસાનીના રૂ.૧,૬૨,૦૦૯/- તથા માનસિક ત્રાસ અને કોર્ટ ખર્ચના રૂ.૫,૦૦૦/-ની રકમ ફરિયાદની તારીખથી વસુલ આપ્યા સુધી ૯% વ્યાજ સહીત એક માસમાં ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે. આ કામના ફરિયાદી તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા, સતીષ આર.નકુમ, સનીરાજસિંહ જાડેજા તથા નરેશ મંગે ફરિયાદીને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application