BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેમિલી કોર્ટ ખાતે કાઉન્સેલરની નિમણૂંક કરાશે

  • November 07, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેમિલી કોર્ટ ખાતે કાઉન્સેલરની નિમણૂંક કરાશે

ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૯ નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખામંડળ તથા કલ્યાણપુર ફેમિલી કોર્ટ ખાતે કરાર આધારીત કાઉન્સેલરની જગ્યા માટે નિમણૂંક કરવાની થાય છે. આ અંગેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. સામાજિક વિજ્ઞાન અથવા સાયકોલોજી વિષયમાં સ્નાતક અને ૨ વર્ષનો કાઉન્સેલિંગનો અનુભવ ધરાવતા ૩૫ થી ૬૫ વર્ષની વયના ઉમેદવારો તા.૧૯ નવેમ્બર સુધીમાં અરજી કરી શકશે. ત્યારબાદ નિયમાનુસાર ઇન્ટરવ્યુ અને આગળની પ્રક્રિયા યોજાશે. DevbhumiDwarka.dcourts.gov.in પરથી અરજી ફોર્મ અને નિમણૂંકની શરતો તેમજ આ અંગેની વધુ વિગતો મેળવી શકાશે, તેમ ફેમિલી કોર્ટની યાદીમાં જણાવ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application