ખંભાળીયાના દાત્રાણાના ૪૫ વર્ષીય યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
નાની વયે હાર્ટએટેકના વધી રહેલા બનાવો ચિંતાજનક
ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામમાં રહેતા એક ૪૫ વર્ષીય યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, છેલ્લા કેટલાય સમયથી નાની વયે હાર્ટએટેકના હુમલાથી ચિંતાની લાગણી જન્મી છે, હજુ બે દિવસ પહેલાજ દ્વારકામાં વોકિંગ કરી રહેલા માત્ર ૧૫ વર્ષના તરૂણનું હૃદયરોગના હુમલાથી કરૂણ મૃત્યુ નિપજયુ હતું, દરમ્યાનમાં બીજો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા પીઠાભાઈ ખીમાભાઈ આંબલીયા નામના ૪૫ વર્ષના યુવાનને ગઈકાલે મંગળવારે તેમની વાડીમાં હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર પરેશભાઈ પીઠાભાઈ આંબલીયાએ અહીંની પોલીસને કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાની વયે હાર્ટએટેકના જીવલેણ બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન ચિંતાજનક રીતે વધી રહયુ છે, બે દિવસ પહેલા ખંભાળીયા પંથકમાં વોકિંગ કરી રહેલા તરૂણનું હદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયુ હતું. જે બનાવ તાજો છે ત્યાં વધુ એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.