જામનગર: મેઘપર ગામમાં બસની હડફેટે બિહારી યુવાનનું મોત
રોડ ક્રોસ કરતી વેળાએ ઠોકર મારી : બસચાલક સામે ફરીયાદ
ખંભાળીયા-જામનગર હાઇવે મેઘપર વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને બસના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યુ હતું, આ બનાવ અંગે બસના ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
મુળ બિહારના બેઇ ગામના વતની હાલ મેઘપર ગામ ભાડાના મકાનમાં રહેતા છોટુકુમાર લાલબાબુ સિંઘ (ઉ.વ.૩૦) નામના યુવાને ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં બસ નં. ડીડી૦૩ડબલ્યુ-૯૩૯૯ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
જે મુજબ તા. ૨૬ રાત્રીના ૧૦-૩૦ વાગ્યાના સુમારે મેઘપર ગામમાં ઉપરોકત નંબરના બસના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સન્તુ કેઆરસિંઘ લાલબાબુ (ઉ.વ.૩૭) રહે. હાલ જોગવડ રામદુતનગર, મુળ બનીયાપુર ગામ બિહારવાળો મેઘપરમાં મોબાઇલ દુકાનની સામે રોડ ક્રોસ કરતો હતો એ સમયે ઠોકર મારી હડફેેટે લઇ નાની મોટી ઇજાઓ પહોચાડી હતી અને માથામાં ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું. આ ફરીયાદના આધારે પીએસઆઇ જાડેજા તપાસ ચલાવી રહયા છે.