BREAKING NEWS

જામનગર: શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ દુકાનો બંધ રાખવા માંગ: હિન્દુ સેના દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદન

  • August 14, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ દુકાનો બંધ રાખવા માંગ: હિન્દુ સેના દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદન

જામનગર એટલે છોટી કાશી અને છોટી કાશીમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોયત્યારે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શહેરના નાના ગીચ વિસ્તારો તેમજ મોટા વિસ્તારોમાં તથા હાઇવે પર દિવસે દિવસે નોનવેજની દુકાનો, મટન માર્કેટ, ફીશ માર્કેટ, મીડ શોપ, પોલ્ટ્રી શોપ, ફીશ શોપ અને અનેક નોનવેજની લારીવાળાઓ વધતા રહ્યા છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ભાદરવી અમાસ, ગણેશ ચોથ, જૈન સંવત્સરી અને તહેવારોમાં માંસાહાર પર સંપુર્ણ પ્રતિબંધ લાદવા હિન્દુ સેના માંગણી કરી છે. આ બાબતે હિન્દુસેના શહેર પ્રમુખ દિપક પીલ્લાઇએ કમિશનરને પત્ર પાઠવીને રજુઆત કરી છે. 

વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે રાજકોટ, જુનાગઢ જેવા શહેરોમાં જો અમલાવારી થઇ શકતી હોય તો જામનગર દેવભૂમિ દ્વારકા જેવા શહેરમાં કેમ નહીં. શહેરી વિસ્તારોમાં નોનવેજના વેચાણો સામે પ્રતિબંધના કડક આદેશ જારી કરી ધાર્મિક અને પવિત્ર વાતાવરણ જળવાઇ રહે તે માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગુજરાત પ્રોવીનીશયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની કલમ ૪૬(૧) ડી હેઠળ વ્શિેષ સ્થાયી હુકમ કરવામાં આવે. નજીકના તમામ તહેવારો દરમ્યાન કતલખાના, માંસ, મચ્છી, ઇંડાનું વેંચાણ બંધ રાખવા આદેશ જારી કરવામં આવે અને ચુસ્ત પાલન કરાવવામાં આવે અનેજો કોઇ વેપારી આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા હિન્દુસેનાએ માંગણી કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News