રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં સાર્વજનિક પાર્ટી પ્લોટના પ્રોજેકટની જાહેરાત કરાઇ છે જેમાં શહેરના ત્રણેય ઝોનમાં એક એક પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, દરમિયાન આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ પશ્ચિમ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હાથ ધરવામાં આવનાર છે, દરમિયાન આ પાર્ટી પ્લોટ પ્રોજેક્ટ માટે કાલાવડ રોડના જે પ્લોટની પસંદગી કરાઇ હતી તે રૂ.૧૦૮ કરોડની કિંમતના પ્લોટ ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ૧૨ મકાનો ખડકાઇ ગયા હતા. દરમિયાન આજે આ ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરી જમીન ખુલી કરાઇ હતી.
વિશેષમાં મહાપાલિકાની ટીપી બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે વેસ્ટ ઝોન ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના આદેશ અનુસાર અને વેસ્ટ ઝોન સિટી એન્જીનિયર કુંતેશ મહેતાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોન ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટીમ દ્વારા વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં
ટી.પી.સ્કિમ નં. ૧૦ મોટા મવાના અંતિમ ખંડ નં.૭૩/બી, કે જે વાણિજ્યક વેંચાણ હેતુના રિઝર્વેશનનો પ્લોટ છે અને કાલાવડ રોડ ઉપર મોટામવા નજીક તાલુકા પોલીસ સ્ટેશનની સામે લક્ષ્મીના ઢોરા નજીક આવેલો છે, આ પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરી ૧૨ પાકા મકાનો ખડકાઇ ગયા હતા જેના ઉપર બુલડોઝર ફેરવી દઇને ડિમોલિશન કરાયું હતું. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧૧૦૩૬ ચોરસ મીટરનું છે અને તેની પ્રતિ ચોરસ મીટરની અંદાજિત કિંમત રૂ.૯૮,૦૦૦ છે જે મુજબ આ પ્લોટનું કુલ કિંમત રૂ.૧૦૮ કરોડ છે.ઉપરોક્ત ડિમોલિશન કામગીરીમાં વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચની આસી.ટાઉન પ્લાનરથી લઇને સર્વેયર સહિતની સમગ્ર ટીમ તેમજ જગ્યા રોકાણ વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ મ્યુનિ.રોશની વિભાગ તેમજ પીજીવીસીએલની ટીમ જોડાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech