ખંભાળિયામાં અનેક સ્થળે વિઘ્નહર્તા દેવની મુર્તિનું ભાવભેર સ્થાપન
ખંભાળિયામાં અનેક સ્થળે વિઘ્નહર્તા દેવની મુર્તિનું ભાવભેર સ્થાપન
September 15, 2026 12:36 PM
ખંભાળિયામાં અનેક સ્થળે વિઘ્નહર્તા દેવની મુર્તિનું ભાવભેર સ્થાપન
ગણપતિના પંડાલોમાં ધર્મમય માહોલ છવાયો
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવની આજરોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે.
ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની ગુંજ સાંભળવા મળી રહી છે. જુદા જુદા પંડાલોમાં વિવિધ મંડળો અને એસોસિએશન દ્વારા ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. આજે સોમવારે ગણેશ ચતુર્થી નિમિત્તે જુદા જુદા વિસ્તારોમાં સારા ચોઘડિયામાં દુંદાળા દેવને સ્થાપિત કરવામાં આવ્યા છે. ખંભાળિયાના પોસ એવા રામનાથ સોસાયટી, નવાપરા, જુની લોહાણા મહાજન વાડી, ઝવેરી બજાર, સતવારા વાડ સહિતના તમામ વિસ્તારોમાં વિઘ્નહર્તા દેવને ભાવભરી રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે.
અહીં વિશાળ અને આકર્ષક તથા રોશનીસભર પંડાલમાં ગણપતિ સ્થાપન તેમજ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાયા હતા. આટલું જ નહીં, અનેક સદગૃહસ્થો દ્વારા પોતાના ઘરે પણ ત્રણ, પાંચ કે સાત દિવસના ગણપતિ બેસાડવામાં આવ્યા છે. આમ, આજથી ખંભાળિયા શહેરમાં ગણેશ ચતુર્થીની ભાવભેર ઉજવણી સાથે ઠેર ઠેર અનેરા ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.