BREAKING NEWS

જામનગર: દિવ્યાંગ સાયકલીસ્ટ સોમનાથથી દ્વારકા થઇ દિલ્હી સાયકલ યાત્રા

  • September 24, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દિવ્યાંગ સાયકલીસ્ટ સોમનાથથી દ્વારકા થઇ દિલ્હી સાયકલ યાત્રા 

દિવ્યાગોને તથા મહિલાઓને ૩૫ કીલો રાશન ફાળવવા માંગ 

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરેથી બિહારના યુવકે દિવ્યાંગો અને વિધવા મહિલા બહેનોને ૩૫ કિલો રાશન મળે તે માટે દિલ્હી સુધીની સાઈકલ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. 

આ સાઈકલ યાત્રાનો મુખ્ય હેતુ દિવ્યાંગો અને વિધવા મહિલા બહેનોની મુશ્કેલીઓ સરકાર સુધીપહોંચાડવાનો છે. મૂળ બિહારના દીપક સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલ આ યાત્રા અંગે તેઓ જણાવે છે કે ખાસ કરીને દિવ્યાંગજનો અને વિધવા બહેનો જે સામાજિક અને આર્થિક રીતે થોડાક કમજોર હોય છે તેથી તેમણે ૩૫ રાશનની વ્યવસ્થા કરી આપવામાં આવે હાલ માત્ર ૫ કિલો રાશન મળે છે.
​​​​​​​
જે કેટલા દિવસો ચાલે? સરકાર જો તેને ૩૫ કિલો સુધી કરી આપે તો તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે છે.સોમનાથથી શરૂ થયેલ આ સાઇકલ યાત્રા દ્વારકા, ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ દિલ્હી સુધી પહોંચશે.
બે દિવસથી જામનગર આ સેવાભાવી સાયકલીસ્ટ આવેલ છે,સોમનાથ-વેરાવળના ધારાસભ્ય અને સાંસદ દ્વારા પણ તેમની માંગને સમર્થન આપી વડાપ્રધાન સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application