દેવભૂમિ દ્વારકા: નારી વંદન સપ્તાહ – ૨૦૨૬: "બેટી બચાવો બેટી પઢાઓ" દિવસની ઉજવણી અન્વયે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે દીકરી વધામણાં કીટનું વિતરણ કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "નારી વંદન સપ્તાહ" ની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "બેટી બચાવો બેટી પઢાઓ" દિવસની ઉજવણીનાં ભાગરૂપે ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં જન્મેલ તમામ દીકરીઓને દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના કર્મચારીઓ અને હોસ્પિટલમાં જન્મેલ બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા.