BREAKING NEWS

જામનગર આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી-જમાઇ: વનતારાના મહેમાન

  • June 01, 2026 12:13 PM 

જામનગર આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી-જમાઇ: વનતારાના મહેમાન 

અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી પુત્રી ટીફ્ની ટ્રમ્પ અને જમાઇ માઇકલ બોલોસ ભારતની મુલાકાતે: તાજમહેલ, અક્ષરધામ, જેસલમેર ગયા બાદ આજે વનતારા: પોલીસે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્રી ટીફ્ની​​​​​​​ ટ્રમ્પ અને જમાઇ માઇકલ બોલોસ ભારતની મુલાકાતે આવ્યા છે આજે આ કપલનું જામનગરમાં આગમન થયુ હતું વિમાની મથકથી રિલાયન્સના વનતારા જવા રવાના થયા હતા. પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, વાહનો રોકી લેતા એક તબક્કે જામનગર-ખંભાળીયા હાઇવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી, આ કપલ સંભવત: આખો દિવસ વનતારાની મુલાકાત લેશે અને કદાચ રાત્રી રોકાણ પણ કરશે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પુત્રી ટીફ્ની​​​​​​​ ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બૌલોસ હાલમાં ભારતના પ્રવાસે છે. શનિવારે ભારત આવી પહોંચ્યા બાદ આ હાઈ-પ્રોફાઈલ કપલે દેશના વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી છે, જે મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. બે દિવસ દિલ્હી અને રાજસ્થાનના સ્થળોની મુલાકાત લીધા બાદ આજે ટીફ્ની​​​​​​​ અને માઇકલ બન્ને કાફલા સાથે ચાર્ટર પ્લેન મારફત રાજસ્થાનથી જામનગર આવી પહોંચ્યા હતા. અને રીલાયન્સના મહેમાન બન્યા હતા. 

ભારત આગમન બાદ ટીફ્ની​​​​​​​ ટ્રમ્પ અને માઈકલ બૌલોસે પોતાના પ્રવાસની શરૂઆત વિશ્વની અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજમહેલની મુલાકાતથી કરી હતી. પ્રેમનું પ્રતીક ગણાતા તાજમહેલની સુંદરતા નિહાળીને બંને દંપતી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેઓએ તાજમહેલના પરિસરમાં ડાયના સીટ પર બેસીને યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી. મુલાકાત દરમિયાન સ્થાનિક ગાઈડ દ્વારા તેમને તાજમહેલના ઈતિહાસ અને તેની સ્થાપત્ય કલા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ટીફ્ની​​​​​​​એ ભારતીય સંસ્કૃતિ અને મહેમાનગતિના મન ભરીને વખાણ કર્યા હતા.

તાજમહેલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પોતાના આ પ્રવાસના ભાગરૂપે ટીફ્ની​​​​​​​ અને માઈકલે નવી દિલ્હી સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરમાં પ્રવેશતા જ ભારતીય સનાતન પરંપરા, કલા અને આધ્યાત્મિકતા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને મંદિરના વિશાળ પરિસર તેમજ અદભુત નક્ષીકામને બારીકાઈથી નિહાળ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવ્યું હતું. ટીફ્ની​​​​​​​ ટ્રમ્પ અને તેમના પતિની આ ભારત યાત્રાને પગલે તમામ સ્થળો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત કરતો જોવા મળી રહ્યો છે.

આ કપલ રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળ જેસલમેર પહોંચ્યું હતું. ’ગોલ્ડન સિટી’ તરીકે ઓળખાતા જેસલમેરમાં તેમણે સોનેરી રેતીના ઢુવા (સેન્ડ ડ્યુન્સ) અને ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લીધી હતી. જેસલમેરના સાંસ્કૃતિક વાતાવરણ અને પરંપરાગત રાજસ્થાની લોકનૃત્ય તેમજ સંગીતે તેમનું દિલ જીતી લીધું હતું. રાજસ્થાનની મુલાકાત દરમિયાન બંનેએ ત્યાંની સ્થાનિક વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો.

ત્યારબાદ આજે સવારે રાજસ્થાન એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફત કપલ જામનગર માટે રવાના થયુ હતુ, તે માહિતી મળતા જામનગર પોલીસ તથા રીલાયન્સના પોલીસ કાફલા દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, એરપોર્ટથી રીલાયન્સ સુધીના તમામ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો હાઇવે ઉપર જોવા મળી હતી અને વાહન ચાલક પરેશાન થયા હતા. લગભગ બપોરે ૧૧.૪૦ વાગ્યે ટીફ્ની​​​​​​​ અને પતિ માઇકલનુ જામનગર એરપોર્ટ પર આગમન થયુ હતુ ત્યારબાદ રેન્જરોવર કાર તેમજ રીલાયન્સ સીકયુરીટી તેમજ જામનગર પોલીસ સહિતના કાફલા સાથે રીલાયન્સ તરફ જવા રવાના થયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે આખો દિવસ રિલાયન્સમાં રોકાણ કરી શકે છે તેમજ વનતારાની મુલાકાત પણ લેશે તદઉપરાંત રાત્રી રોકાણ પણ કરશે. 


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News