જામનગર: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો
જામનગર: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો
August 03, 2026 10:23 AM
જામનગર: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા આયોજિત નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગરમાં કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તેમજ 250 થી વધારે યુવા યુવતીઓની ઉપસ્થિતિમાં નશા મુકત ભારત કાર્યક્રમનું આયોજન થયું .જેમાં પૂજ્ય અક્ષર તિલક સ્વામીના પ્રવચન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઓનલાઈન પ્રવચનનો લાભ સર્વેએ લીધો.ત્યાર બાદ સાંસદ પૂનમબેન માડમે સૌ યુવા યુવતીઓને પ્રતિજ્ઞા બદ્વ કર્યા. પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી,જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .