ખંભાળિયા: એનડીપીએસના ગુનામાં આરોપીને મુંબઇથી પકડી લેતી દ્વારકા એલસીબી
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એચ.જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમના માણસો સાથે ઉપરોક્ત બાબતે ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સીસથી વર્કઆઉટમાં હતા.
પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, જગદિશભાઇ કરમુર, કુલદિપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. લાખાભાઇ પીંડારીયા, વિશ્વદિપસિંહ જાડેજા તથા એસઓજીના એ.એસ.આઇ. ઇરફાનભાઇ ખીરા નાઓ દેવભુમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ ગુનાઓમાં મહારાષ્ટ્ર રાજ્યના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે મહારાષ્ટ્ર રાજ્ય ખાતે તપાસ ગયેલ.
દરમ્યાન એસઓજી ના એ.એસ.આઇ. ઇરફાનભાઇ ખીરા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૦૬૧૧/૨૦૨૩ એનડીપીએસ એકટ કલમ ૮(સી),૨૨(સી), ૨૯ મુજબના ગુનાના કામેના નાસતા ફરતા આરોપી ફૈઝલ ઉર્ફે ચાઇ ઇકબાલ અબ્દુલકાદર મીઠા(મેમણ) ઉ.વ.૩૬ રહે. રૂમ નંબર-૧૭, બીએમસી પતરા ચાલ, રૂકમણી નિવાસ પાસે, કાપડ બજાર રોડ, માહીમ મુંબઇ રાજ્ય મહારાષ્ટ્રને હકિકત આધારે મુંબઇના માહિમ વિસ્તારમાંથી પકડી પાડી એ.એસ.આઇ. ઇરફાનભાઈ ખીરા નાઓએ આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.