જામનગરમાં બાકી વેરાધારકો પર તવાઇ, પાંચ મિલકત સીલ, પાંચ નળ જોડાણ કટ્ટ
જામનગરમાં કરોડોનો બાકી વેરો વસૂલવા મહાપાલીકાએ વધુ એક વખત કમર કસી છે. જે અંતર્ગત બાકી વેરાધારકો પર તવાઇ બોલવી પાંચ મિલકત સીલ કરી છે તો પાંચ આસામીના નળ જોડાણ કટ્ટ કર્યા છે. મનપા દ્વારા બે દીવસમાં સ્થળ પર ૬૦.૬૦ લાખની બાકી મિલકત વેરાની વસૂલાત કરવામાં આવી હતી. ૧૫ આસામીએ ૩૧.૫૬ લાખના ડયુ ડેઇટના ચેક આપ્યા હતાં. વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેેશે. જો કે, કરોડોનો વેરો હજુ પણ મહાનગરપાલીકાના ચોપડે બાકી બોલી રહ્યો છે.
જામનગર મહાનગરપાલીકા દ્વારા તા.૩૧-૩-૨૦૨૬ સુધીનો મિલકત વેરો ન ભરનાર આસામીઓને નિયમાનુસાર વોરંટ અને અનુસુચીની બજવણી કરવામાં આવી છે. આમ છતાં મિલકત વેરો ન ભરનાર આસામીઓ સામે મનપાની મિલકત વેરા શાખાએ વધુ એક વખત કડક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત તા. ૨૧ અને ૨૪ના બે દીવસમાં ૬૪ મિલકતની સ્થળ પર વીઝીટ કરવામાં આવી હતી. આ દરમ્યાના મનુસુખ ધનજીભાઇ વસોયાએ ૫૬૭૧૮, અબ્બાસ તાહેર ભારમલ ચુનીલાલ કેશવજી પમ્ભરએ ૧૨૯૩૮૮, ચુનીલાલ પમ્ભરે ૧૮૧૬૬૭, શાંતી મેટલે ૧૯૦૬૯૫, લક્ષ્મીદાસ ભાનુશાળીએ ૫૩૭૨૨, કેબેક્ષ ઇલેકટ્રીકલે૧૫૧૬૫૪, વિમલ વરીયાએ ૮૫૫૩૬, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ ૧૦૫૭૧૭, ભીખુભાઇ ગોજીયાએ જુદી જુદી મીલકતોનો બાકી ૭૯૪૧૬૨, અરજણભાઇ ગોજીયાએ ૨૯૧૪૫, વચ્છરાજ ઇન્ડ.એ ૬૪૫૧૦, ગીરીશભાઇ ગોજીયાએ૧૩૮૧૮૩, બીપીનપુરી ગોસ્વામીએ ૫૫૫૦૦, સચીન જોશીએ ૭૧૦૦૦, હીરજી વીરજીએ ૧૦૫૧૬૦, ભીમશીભાઇ માલદેભાઇ ગોજીયાએ ૫૦૦૦૦, પૂજા ડેવલોપર્સે ૧૫૨૧૯૦, હીતેશ ધીરજલાલ કારીયાએ ૬૪૩૫૦, આર પ્રભુ એન્ડ કંપનીએ ૧૭૨૩૦૦, યાદવ ટ્રેડીંગ કું.એ ૧૭૨૫૦૦, અમિતભાઇ પૂજારાએ ૧૨૫૭૦૦, ભીખુભાઇ ગોજીયાએ ૨૭૧૦૭૫૦ મળી કુ ૨૭ આસામીએ ૬૦,૬૦,૫૪૭નો મિલકત વેરો સ્થળ પર ભરપાઇ કર્યો હતો.
જયારે રમાબેન મકાસાનાએ ૧૩૯૩૩૭, ગુજરાત હાઉસીંગ બોર્ડે ૬૫૪૯૫, પ્રવીણભાઇ ચેતરીયાએ ૧૪૦૧૮૨, ૧૪૦૧૮૨, કંચનબેન રંગોલીયાએ ૩૧૦૦૮૨, સ્મિતાબેન સાકરીયાએ ૧૬૨૯૫૭, મુસા અદમ ખુુરેશીએ ૧૩૦૦૦૦, કૃષ્ણકુમાર ઘડીયાએ ૨૦૦૦૦૦, મનીશનભાઇ નીશીતે ૨૪૭૩૯૯, શ્રીનાથજી માર્બલે ૩૬૮૯૦૫, રશીદભાઇ સર્ગાથે ૧૩૫૦૦૦, રાજ ચેેમ્બર ગેસ્ટ હાઉસે૧૯૦૨૦૦, ૧૮૩૨૦૦, ધીરજભાઇ રંગપરાએ ૯૭૧૧૨ અને હંસાબેન દીનેશભાઇએ ૧૪૬૧૭૧નો વેરો બાકી હોય ડયુ ડેઇટના ચેક આપ્યા હતાં. જો કે, નીરજ મધુકાંત વોરાએ ૨૨૨૧૨૦, નયન વિઠ્ઠલાણીએ ૩૦૧૬૧૩, મગન લાલજી લખમણે ૧૭૬૧૫૧, સદગુ ટ્રેડીંગ કો.ના ૧૪૨૩૨૯ અને કુંવરબેન દાદુભાઇ ડેરનો૨૪૬૧૮૦ મિકલત વેરો બાકી હોય ભરપાઇ ન કરતા પાંચેય આસામીની મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે જગદીશચંદ્વ એન્ડ રમેશચંદ્વ હરીલાલનો ૨૦૩૨૬૫, અબ્દુલ રહેમાન અલીભાઇ વાઢેરનો ૧૨૩૨૨૫, રંગમતી નોન ટ્રેડીંગ કોર્પોરેશનનો ૧૧૦૪૮૩ અને પરેશભાઇ સરધારાનો ૧૨૫૧૮૪ વેરો બાકી હોય આ પાંચેય આસામીના નળજોડાણ મહાનગરપાલીકા દ્વારા કાપી નાખવામાં આવ્યા હતાં.
મન૫ાના ચોપડે હજુ કરોડોનો વેરો બાકી બોલી રહ્યો છે. જેની વસૂલાતની કામગીરી કમિશ્ર્નર દીપેશ કેડીયાના સૂચના અને આસી.કમિશ્ર્નર ટેકસના માર્ગદર્શન હેઠળ મિકલતવેરા શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ કરવામાં આવી છે. આગામી દીવસોમાં પણ મિલકત વેરો નહીં ભરનારા આસામીઓની મિલકત સીલ કરી નળકનેકશન કાપવાની કામગીરી યથાવત રહેશે. આથી બાકી મિકલત વેરો તાકીદે ભરપાઇ કરવા બાકીદારોને અનુરોધ કરાયો છે.